Last Updated on by Sampurna Samachar
૨૦૦ કરોડથી વધુની કમાણી આપનાર ૮ ફિલ્મો આપી
અઢી દાયકાથી વધુના કરિયરમાં એકથી એક ફિલ્મો આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં અનેક એવા સ્ટાર્સ છે, જે રાજકારણમાં જોડાયા હોય. આ એક્ટરે પોતાની ખુદની પાર્ટી બનાવી અને તેની સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ છોડી દેવાનું નક્કી કર્યું હતું. ફિલ્મો દ્વારા લોકોનું દિલ જીતનારા આ સ્ટાર તમિળ સિનેમામાંથી છે. સાઉથના સૌથી પ્રખ્યાત સ્ટાર્સમાંથી એક થલપતિ વિજયની.

વિજયે પોતાના અઢી દાયકાથી વધુના કરિયરમાં એકથી એક ફિલ્મો આપી છે અને તેની અનેક ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે. થલપતિએ પોતાના કરિયરમાં સતત ૮ એવી ફિલ્મો આપી છે, જેણે બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ અથવા તેનાથી વધુની કમાણી કરી હોય.
વિજયની છેલ્લી ફિલ્મ જન નાયકન રિલિઝ થશે
વિજયનો જન્મ ૨૨ જૂન, ૧૯૭૪ માં ચેન્નઈમાં થયો હતો. તેણે જે બેક ટૂ બેક આઠ ૨૦૦ કરોડની ફિલ્મ આપી તેની શરૂઆત ૨૦૧૭માં આવેલી ફિલ્મ માર્શલથી થાય છે. તેણે વર્લ્ડવાઇડ ૨૨૦ કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ ફિલ્મ સરકારે ૨૫૨ કરોડની કમાણી કરી હતી.
આ લિસ્ટમાં ત્રીજી ફિલ્મ બિજિલ છે. ચોથી ફિલ્મ માસ્ટર (૨૨૩ કરોડની કમાણી), પાંચમી ફિલ્મ બીસ્ટ છે, જેણે ૨૧૬ કરોડની કમાણી કરી હતી. આ લિસ્ટમાં છઠ્ઠી ફિલ્મ વારિસુ છે. ૨૦૨૩માં આવેલી ફિલ્મે વર્લ્ડવાઇડ ૨૯૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી, સાતમાં નંબરે લિયો (૬૨૩ કરોડની કમાણી) અને ૨૦૨૪માં આવેલી ફિલ્મ ‘ગોટ‘ ૪૫૫ કરોડની કમાણી સાથે આઠમાં નંબરે છે.
વિજયે ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પોતાની રાજકીય પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૨૬માં વિજયની છેલ્લી ફિલ્મ જન નાયકન રિલિઝ થશે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ સંપૂર્ણ રીતે રાજકારણમાં એક્ટિવ થઈ જશે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લેશે.