સાઉથ આફ્રિકન હિન્દુ મહાસભાએ કાર્યવાહીની માંગ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાઉથ આફ્રિકામાં ગયા અઠવાડિયે હિન્દુ વિદ્યાર્થી સાથે એવી ઘટના બની કે જેનાથી હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ સાઉથ આફ્રિકામાં એક શિક્ષકે એક હિન્દુ વિદ્યાર્થીએ કાંડા પર પહેરેલી નાડાછડી કાપી નાખી હતી. આ ઘટના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતની ડ્રેકન્સબર્ગ માધ્યમિક શાળામાં બની હતી. આ અંગે સાઉથ આફ્રિકન હિન્દુ મહાસભાએ શિક્ષણ સત્તાવાળાઓ પાસેથી કાર્યવાહીની માંગ કરી છે.
શિક્ષકે દાવો કર્યો હતો કે, ‘શાળા સાંસ્કૃતિક અથવા ધાર્મિક પ્રતીકો પહેરવાની મંજૂરી આપતી નથી.’ આ મામલે હિંદુ સંગઠને નિવેદન આપ્યું હતું કે, ‘SAHMS એક હિન્દુ વિદ્યાર્થીએ કાંડા પર પહેરેલી નાડાછડી કાપી નાખવામાં શિક્ષક દ્વારા લેવાયેલા અસંવેદનશીલ અને બેજવાબદારીભર્યા પગલાંની સખત નિંદા કરીએ છે. આ ઘટના ડ્રેકન્સબર્ગ સેકન્ડરી સ્કૂલમાં બની હતી.