Last Updated on by Sampurna Samachar
લુક ખૂબ જ લક્ઝૂરિયસ અને ટ્રેડિશનલ દેખાયો
લગ્નની તસવીરો બંનેએ પોસ્ટ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેટલાય સમયથી ચાલતી અટકળો બાદ હવે સામંથા રૂથપ્રભુ અને ધ ફેમિલી મેનના કો-ક્રિએટર રાજ નિદિમોરુએ લગ્ન કરી લીધા છે. આ બંનેના બીજા લગ્ન છે. આ લગ્નને બંનેએ ખૂબ પ્રાઈવેટ રાખ્યા છે અને ખાલી નજીકના લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો. સામંથા લાલ સાડીમાં તથા રાજ સફેદ કુર્તા-નેહરુ જેકેટ કોમ્બિનેશન ફેન્સને પસંદ આવ્યું. લગ્નની તસવીરો બંનેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે.

સામંથાના લુકની વાત કરીએ તો પહેલા લગ્નમાં તેણે ટ્રેડિશનલ સફેદ સાડી સાથે લાલ બ્લાઉઝ પહેર્યો હતો, જ્યારે આ વખતે તેણે સોનેરી ઝરી બોર્ડરવાળી લાલ સાડી પસંદ કરી હતી. આ વખતે તેનો બ્લાઉઝ બંધ ગળાવાળો હતો અને આંચલ ખુલ્લો રાખ્યો હતો. પહેલા લગ્નની તુલનામાં આ વખતે તેનો લુક વધારે ફ્રેશ, મોર્ડન અને સ્ટાઈલિશ દેખાઈ રહ્યો હતો, જ્યારે પહેલા તે એકદમ ટ્રેડિશનલ અંદાજમાં સાડીમાં લપેટાયેલી હતી.
સ્ટાઈલ, ખુશી અને સુંદર લુકે લગ્નને યાદગાર બનાવ્યા
જ્વેલરીમાં સિમ્પલ પણ સ્ટાઈલિશ ચોઈસ-સામંથાની જ્વેલરી ચોઈસે પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેણે બસ ગળામાં કંદનનો હેવી કોચર સેટ પહેર્યો હતો અને કાનમાં ઝૂમખા હતા, જ્યારે હાથમાં સુંદર ગોલ્ડ કંગનનો સેટ હતો.
આપને જણાવી દઈએ કે, સામંથા પોતાના પહેલા લગ્નમાં ટેમ્પલ જ્વેલરી પહેરી હતી, જેમાં ટેમ્પલ વેસ્ટ બેન્ડથી લઈને માંગ ટીકો અને નેકલેસ સામેલ હતો, જેનાથી તેનો લુક ખૂબ જ લક્ઝૂરિયસ અને ટ્રેડિશનલ દેખાતો હતો. જ્યારે આ વખતે તેની જ્વેલરી સ્ટાઈલ સિમ્પલ પણ ખૂબ જ ગોર્જિયસ અને ક્લાસી હતી, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
મેકઅપની વાત કરીએ તો, સામંથાએ પહેલા લગ્નની તુલનામાં આ વખતે હળવો અને નેચરલ લુક પસંદ કર્યો હતો. હેર સ્ટાઈલ માટે તેણે પોતાના વાળને બનમાં સેટ કર્યા અને તેના પર સફેદ ગજરો લગાવ્યો હતો. તેનો મેકઅપ ખૂબ જ સોફ્ટ અને નેચરલ હતો, જેનાથી તેનો ચહેરો ખીલેલો લાગ્યો અને ફ્રેશ દેખાઈ રહ્યો હતો.
નેચરલ લુકે તેના લાલ લહેંગા અને સોનેરી જ્વેલરી સાથે પરફેક્ટ બેલેન્સ બનાવ્યું. લગ્નના અવસરે સામંથાએ પોતાની ખાસ વેડિંગ રિંગને ફ્લોન્ટ કરતા ફોટોઝ શેર કર્યા છે. તસવીરમાં તે ન ફક્ત ગોર્જિયસ દેખાઈ રહી હતી, પણ એકદમ ખુશ અને કમ્ફર્ટેબલ પણ દેખાતી હતી. ફેન્સ તેની ખુશી અને સ્ટાઈલના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, રાજ નિદિમોરુ સાથેના તેના આ લગ્ન બીજા લગ્ન છે. આ સમારંભમાં ખાલી નજીકના દોસ્તો અને પરિવારના લોકો સામેલ હતા. સામંથા અને રાજે સોશિયલ મીડિયા પર પોતાના ફોટો શેર કરી પોતાની ખુશીઓ ચાહકો સાથે શેર કરી છે. બંનેની સ્ટાઈલ, ખુશી અને સુંદર લુકે આ લગ્નને યાદગાર બનાવી દીધા છે.