Last Updated on by Sampurna Samachar
એશિયા કપ ૨૦૨૫ માટેની ટીમ ઈન્ડિયાની જાહેરાત
T૨૦ વર્લ્ડ કપ જીતવાની સંભાવના બહુ ઓછી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ એશિયા કપ ૨૦૨૫ માટેની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ ટીમને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા પૂર્વ ક્રિકેટરોએ પસંદગીકર્તાઓના ર્નિણયની પ્રશંસા કરી છે, તો કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ તેના પર સવાલ પણ ઉઠાવ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટન અને મુખ્ય પસંદગીકર્તા કૃષ્ણમાચારી શ્રીકાંતનું નામ પણ તેમાં સામેલ છે, કે જેમણે પસંદ કરવામાં આવેલી ટીમ પર નારાજગી દર્શાવી છે. તેમનું માનવું છે કે, આ ટીમ એશિયા કપ માટે યોગ્ય છે, પરંતુ T૨૦ વર્લ્ડ કપનું ટાઈટલ બચાવવા માટે સક્ષમ લાગતી નથી.
૬૫ વર્ષીય શ્રીકાંતે તેમની યૂટ્યૂબ ચેનલ પર વાતચીત કરતી વખતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ ટીમ સાથે ભારત એશિયા કપ તો જીતી શકે છે, પરંતુ T૨૦ વર્લ્ડ કપ જીતવાની સંભાવના બહુ ઓછી લાગે છે. તેમણે કહ્યું કે, શું તમે આ પસંદ કરેલી ટીમને T૨૦ માં લઈ જઈ શકાય? શું આ ટીમ હકીકતમાં છ મહિના પછી યોજાનારી વર્લ્ડ કપની તૈયારી છે.? શ્રીકાંતનું માનવું છે કે, પસંદગીકર્તાઓ કેટલાક મહત્ત્વપૂર્ણ ર્નિણયો લેવામાં ઉતાવળ કરી છે અને ટીમની મજબૂતી પર ધ્યાન નથી આપ્યું.
જયસ્વાલ IPL અને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સારું પ્રદર્શન
શ્રીકાંતે ખાસ કરીને અક્ષર પટેલનું ઉપ-કેપ્ટન પદ છીનવી લેવાના ર્નિણયને ખોટો ગણાવ્યો. તેમનું કહેવું હતું કે, આ ખેલાડીને સતત જવાબદારી સોંપવામાં આવી રહી હતી, પરંતુ અચાનક કરવામાં આવેલા ફેરફાર સમજણથી બહાર છે. આ ઉપરાંત, તેમણે ટીમમાં રિંકુ સિંહ, શિવમ દુબે અને હર્ષિત રાણાની એન્ટ્રી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, પસંદગીનો મુખ્ય આધાર પ્રદર્શન બનાવવામાં આવ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓની અવગણના કરવામાં આવી છે.
પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પસંદ કરેલા બેટિંગ ક્રમ સાથે પણ અસંમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, પાંચમા ક્રમે બેટિંગ કરવા કોણ આવશે તે સ્પષ્ટ નથી. સંજુ સેમસન, જીતેશ શર્મા, શિવમ દુબે અને રિંકુ સિંહમાંથી એકને આ પદની જવાબદારી મળવી જોઈએ. સામાન્ય રીતે હાર્દિક પંડ્યા આ સ્થાન પર બેટિંગ કરે છે, જ્યારે અક્ષર પટેલને છઠ્ઠા નંબર પર તક ન મળી શકે. આ ઉપરાંત તેમણે પ્રશ્ન કર્યો કે, દુબેને કેમ પસંદ કરવામાં આવ્યો, જ્યારે યશસ્વી જયસ્વાલ IPL અને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સારું પ્રદર્શન કર્યું છે.