Last Updated on by Sampurna Samachar
બિહારમાં એકલા હાથે ચૂંટણી લડશે ચિરાગ પાસવાન
બિહાર ચૂંટણી નહીં લડું, પરંતુ બિહાર માટે ચૂંટણી લડીશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનના સાથી પક્ષે ગઠબંધનની વિરુદ્ધમાં જઈને રાજ્યની તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે.
લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને (CHIRAG PASVAN) મોટી જાહેરાત કરીને બિહારની તમામ ૨૪૩ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ચિરાગે આક્ષેપ કર્યો છે કે, બિહારમાં મને અને અમારી પાર્ટીને ખતમ કરવા માટે કેટલાક લોકોએ મોટું ષડયંત્ર રચ્યું છે. મને તોડવા માટે મારા પરિવારને પણ તોડવામાં આવ્યો, મને ઘરમાંથી પણ કાઢી મુકાયો, પરંતુ મેં ક્યારે હાર માની નથી, કારણ કે, હું સિંહનો પુત્ર છે.
તમારા બધાનો સાથ જરૂરી છે : ચિરાગ પાસવાન
જ્યારે ચિરાગને એમ પૂછવામાં આવ્યું કે, શું તમે બિહારમાં ચૂંટણી લડશો, તો તેમણે કહ્યું કે, મેં મારા પિતાના સ્વપ્નને પૂરો કરવા માટે વર્ષ ૨૦૨૦માં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ૨૦૨૫માં રાજ્યની તમામ ૨૪૩ બેઠકો પર ચૂંટણી લડીશું. તેમણે એમ પણ કહ્યું કે, હું બિહાર ચૂંટણી નહીં લડું, પરંતુ બિહાર માટે ચૂંટણી લડીશ.
આ તમારે ર્નિણય લેવાનો છે કે, તેઓ બિહારમાં ક્યાંથી ચૂંટણી લડે. હું જે લક્ષ્ય સાથે ચાલી રહ્યો છું, તે માટે હું એકલા હાથે કશું ન કરી શકું. તેમાં તમારા બધાનો સાથ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનમાં ચિરાગ પાસવાનની પાર્ટી LJP સામેલ છે. આ ઉપરાંત રાજ્યમાં મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી JDU પણ NDA નો સાથી પક્ષ છે, ત્યારે ચિરાગે આ જાહેરાત કરીને NDA સહિત નીતીશ કુમાર પણ ચિંતા વધારી દીધી છે.