દીકરાનું રોડ અકસ્માતમાં દુઃખદ નિધન થઈ ગયું
“અમારા દીકરાની નવી યાત્રા માટે પ્રાર્થના કરો”
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખ્યાતનામ ફૂડ બ્લોગર રજની જૈન, જેને ‘ચટોરી રજની’ના નામથી ઓળખવામાં આવે છે, તેમણે હાલમાં જ પોતાના ૧૬ વર્ષિય દીકરાને ખોઈ દીધો હોવાના સમાચાર મળ્યા છે. રજની જૈને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જણાવ્યું કે, તેમના દીકરાનું રોડ અકસ્માતમાં દુઃખદ નિધન થઈ ગયું છે.
એક હચમચાવી નાખતા નિવેદનમાં જૈને ખુલાસો કર્યો છે કે તેમના દીકરાનું ૧૭ ફેબ્રુઆરીના રોજ રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું છે. “ભારે મનથી, અમે આ ખોટને તમારી સાથે શેર કરી રહ્યા છીએ”, તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું અને પછી એડ કર્યું કે, “એક તૂટેલા દિલ સાથે, અમે આ અસહનીય સમાચાર શેર કરીએ છીએ કે અમારા વ્હાલા રત્ન, તરુણ જૈનનું રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું છે. મહેરબાની કરીને અમારા દીકરાની નવી યાત્રા માટે પ્રાર્થના કરો.”
એક અન્ય પોસ્ટમાં જૈને એવું પણ જણાવ્યું કે, તેમના દીકરાની પ્રાર્થના સભા બુધવાર, ૧૯ ફેબ્રુઆરીએ દિલ્હીના છત્તરપુરમાં આવેલ તેરાપંથ ભવનમાં રાખવામાં આવી છે.
જૈન દ્વારા પોતાના દીકરાના મોતના સમાચાર શેર કર્યા બાદ પ્રશંસકોએ તેના પર પ્રતિક્રિયાઓ આપી પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે. “હે ભગવાન..આપના આ નુકસાન માટે ખેદ છે. મેડમ…આ ખૂબ જ ચોંકાવનારુ છે.” એક અન્ય યુઝર્સે લખ્યું કે, “મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, આ સત્ય છે. તમે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છો, તેને શબ્દોમાં રજૂ કરી શકાય નહીં. રજની, આપની દુનિયા તેની આજુબાજુમાં ફરતી હતી. હું છેલ્લા બે વર્ષથી આપના વિડીયો જોઈ રહ્યો છું. શું થયું છે? ભગવાન આપના આત્મા પર દયા કરે.”
રજની એક લોકપ્રિય ફૂડ બ્લોગર છે, જે ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર પોતાના કુકિંગ માટે ઓળખાય છે. તેની સીરીઝ ‘આજ મેરે હસબન્ડ કે લંચ બોક્સ મેં ક્યા હૈ?’ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ‘ચટોરી રજની’ના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ૬૦૦,૦૦૦ થી વધારે ફોલોઅર્સ છે. તો વળી યૂટ્યૂબ પર તેમને ૩.૭ લાખથી વધારે સબ્સ્ક્રાઇબર છે.