Last Updated on by Sampurna Samachar
ગ્લેશિયર મોનિટરિંગ સ્વિટ્ઝરલેન્ડ દ્વારા ડેટા જાહેર
સ્વિટ્ઝરલેન્ડની સરકાર ખૂબ જ એલર્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્વિટ્ઝરલેન્ડના ગ્લેશિયર્સમાં છેલ્લા બાર મહિનામાં ત્રણ ટકા બરફ પીગળી ગયો છે. સ્વિટ્ઝરલેન્ડના ઇતિહાસમાં આ ચોથી વાર થયું છે. જ્યારે એક વર્ષમાં ખૂબ જ વધુ બરફનું પાણી થયું હોય. આ ડેટાને ગ્લેશિયર મોનિટરિંગ સ્વિટ્ઝરલેન્ડ દ્વારા ૨૦૨૫ની પહેલી ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યા છે. હાઇડ્રોલોજિકલ યર એટલે કે ૨૦૨૪ના ઓક્ટોબરથી ૨૦૨૫ના સપ્ટેમ્બર સુધીના આ ડેટા છે. આ આંકડાને જોઈને સ્વિટ્ઝરલેન્ડની સરકાર ખૂબ જ એલર્ટ થઈ ગઈ છે.
૨૦૨૪-૨૫ના શિયાળામાં ધાર્યા કરતાં ખૂબ જ ઓછો બરફ પડ્યો છે, ખાસ કરીને નોર્થઈસ્ટર્ન સ્વિસ પર્વતોમાં. સ્વિટ્ઝરલેન્ડમાં આ વર્ષે ૧૩ ટકા ઓછો બરફ પડ્યો છે. આ પાછળનું કારણ જૂન અને ઓગસ્ટમાં હીટવેવ આવી હતી એ છે. ૨૦૦૩ બાદ આ વર્ષે જૂન મહિનો સ્વિટ્ઝરલેન્ડમાં બીજી વાર સૌથી ગરમ રહ્યો હતો. ૩૫૮૦ મીટર પર આવેલું અત્યાર સુધીનું સૌથી ગરમ રહ્યું હતું.
૨૦૨૫ના એપ્રિલમાં દર વખત કરતાં ૨ મીટર વધુ બરફ પડ્યો
આ કારણસર ગ્લેશિયરનો બરફ પીગળ્યો હતો. આ બરફ પીગળતા જમીનની સપાટી પર ૧.૬ મીટર જેટલું પાણી થયું હતું. છેલ્લા એક દાયકાથી સ્વિટ્ઝરલેન્ડમાં સતત બરફ પીગળી રહ્યો છે અને આ વર્ષે એ ત્રણ ટકા પીગળ્યો છે.
ગ્લેશિયર મોનિટરિંગ સ્વિટ્ઝરલેન્ડના ડિરેક્ટર મેથિયાસ હસના કહ્યા મુજબ આ વર્ષ ખૂબ જ ગરમ રહ્યું છે. ૨૦૨૨માં ૫.૯ ટકા બરફ પીગળ્યો હતો અને ૨૦૨૩માં ૪.૪ ટકા બરફ પીગળ્યો હતો. જાેકે ૨૦૧૦-૨૦૨૦ના એવરેજ કરતાં આ વર્ષ ખૂબ જ ખતરનાક રહ્યું છે. આ વર્ષે જે બરફ પીગળ્યો છે એ ખૂબ જ ચિંતાજનક રહ્યો છે.
૨૦૧૫-૨૦૨૫નો દાયકો: સ્વિટ્ઝરલેન્ડના ગ્લેશિયર માટે ખૂબ જ ખરાબ રહ્યો છે. આ દાયકામાં લગભગ ૨૪ ટકા બરફમાં ઘટાડો થયો હતો. ૨૦૧૦થી ૨૦૨૦માં આ બરફમાં ૧૭ ટકાનો ઘટાડો થયો હતો. ૨૦૦૦થી ૨૦૧૦માં ૧૪ ટકા બરફ ઓછો થયો હતો. આજે ફક્ત ૪૫.૧ ક્યુબિક કિલોમીટરનો બરફ બચ્યો છે. ૨૦૦૦ની સરખામણીએ એ ૩૦ ક્યુબિક કિલોમીટર્સ ઓછો છે. ગ્લેશિયરના વિસ્તારમાં ૭૫૫ સ્ક્વેર કિલોમીટર્સનો ઘટાડો થયો છે. આ ઘટાડો ૩૦ ટકા છે.
સ્વિટ્ઝરલેન્ડના નોર્થઈસ્ટમાં આવેલું સિલ્વ્રેટ્ટા ગ્લેશિયરમાં છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌથી ઓછો બરફ પડ્યો છે. એવરેજ કરતાં ૨૫થી ૫૦ ટકા ઓછો બરફ પડ્યો છે. ૩૦૦૦ મીટરથી નીચેના ગ્લેશિયર પર સૌથી વધુ બરફ પીગળેલો જોવા મળ્યો છે. ૧૯૮૦ મીટર્સ પર આવેલું ગ્લેશિયર પર સૌથી વધુ બરફ પીગળ્યો છે. અહીં ૧૨ મીટર્સ સુધીનો બરફ પીગળ્યો છે.
સાઉથમાં આવેલા વાલાઇસ ગ્લેશિયરમાં ૨૦૨૫ના એપ્રિલમાં દર વખત કરતાં ૨ મીટર વધુ બરફ પડ્યો હતો. આથી બરફમાં જે નુકસાન થયું છે એ થોડું સરભર થયું હતું. મેટર અને સાસ વેલીમાં હાઈ-એલ્ટિટ્યુડ ગ્લેશિયરમાં પણ એવરેજ કરતાં વધુ બરફ પીગળેલો જોવા મળ્યો છે. જુલાઈમાં વાતાવરણ ઠંડું રહ્યું હતું અને બરફ પણ પડ્યો હોવાથી થોડી રાહત મળી હતી. જોકે જેટલો બરફ પીગળ્યો એટલો નહોતો પડ્યો.