Last Updated on by Sampurna Samachar
ઇમરાન ખાનની તબિયત અંગે ચાલતો સસ્પેન્સ સમાપ્ત
અમે ઇમરાન ખાનને છોડાવીશુંના નારા લાગ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર પાકિસ્તાની તહરીક એ ઇન્સાફના કાર્યકરો, સાંસદો અને નેતાઓની ભારે ભીડ એકત્ર થઈ અને સરકારે વિરુદ્ધ નારા લગાવ્યા. અદિયાલા જેલની બહાર પણ ઇમરાન સમર્થકોએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીની મુક્તિની માંગને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું.

સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર પ્રદર્શનો પછી ઇમરાનની એક બહેનને તેમની મુલાકાત કરવાની મંજૂરી મળી ગઈ છે. એવામાં એવું કહેવું ખોટું નહીં ગણાય કે કદાચ હવે ઇમરાન ખાનની તબિયત અંગે ચાલતો સસ્પેન્સ સમાપ્ત થઈ જશે.
ઇમરાન ખાનની બહેનો અને સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું
પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન ક્યાં ગયા? તેઓ સલામત છે કે નહીં? તેવા સવાલો તેમના દિકરા બહેન પરિવારના લોકો છેલ્લા કેટલાય દિવસથી કરી રહ્યા છે. ૪ નવેમ્બર બાદ તેમના પરિવારના કોઈ સભ્યે અથવા કોઈ વકીલે અદિયાલા જેલમાં તેમની મુલાકાત લીધી નથી. આ જ કારણસર પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટ અને રાવલપિંડીમાં અદિયાલા જેલની બહાર ઇમરાન ખાનની બહેનો અને સમર્થકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું.
હકીકતમાં, ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર કાર્યકરો, સાંસદો અને નેતાઓની મોટી ભીડ ભેગી થઈ અને સરકારે વિરુદ્ધ નારા લગાવ્યા. પ્રદર્શનકારીએ કહ્યું કે, આ સરકાર હવે ઊંઘી નથી શકતી. અમે ઇમરાન ખાનને છોડાવીશું. જ્યાં સુધી ઇમરાન ખાનની બહેનોને મુલાકાત કરવાની મંજૂરી નહીં મળે, ત્યાં સુધી અમે અહીં જ બેસી રહીશું.તેમની બહેનને મંજૂરી તો મળી ગઇ છે. પરંતુ હજુ સુધી તેમને મળવા નથી જવા દેવાયા.