Last Updated on by Sampurna Samachar
એરપોર્ટ પર ટેકઓફ સમયે બની ઘટના
ગત સપ્તાહે ઓહિયોમાં પણ વિમાન દુર્ઘટના ઘટી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન અકસ્માતને હજુ એક મહિનો પણ વીત્યો નથી કે ત્યાં વધુ એક પ્લેન ક્રેશ થતા થતાં બચ્યું છે. અમેરિકાના ન્યૂ જર્સી શહેરના એરપોર્ટ પર આ અકસ્માતની ઘટના સામે આવી છે.
એવું કહેવાય છે કે લેન્ડિંગ દરમિયાન વિમાન પર પાઈલોટ કાબૂ ખોઈ બેઠા ને તે રનવે પર રોકાવવાની જગ્યાએ દીવાલ તોડીને બહાર નીકળી ક્રેશ થઈ ગયું. જોકે રાહતના સમાચાર એ રહ્યા કે પ્લેન ક્રેશ છતાં તેમાં આગ ન લાગી. પ્લેનને નુકસાન પહોંચ્યું પરંતુ ઈમરજન્સી ટીમોએ તરત જ ઘટનાસ્થળે પહોંચીને મુસાફરોને બહાર કાઢ્યા. પાંચ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘાયલોની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાની માહિતી
રિપોર્ટ્સમાં કહેવાયું છે કે આ સ્કાઈડાઈવિંગ પ્લેન સવારે ન્યૂજર્સી એરપોર્ટ પર રનવેની બહાર નીકળી ગયું. તેમાં ૧૫ મુસાફરો સવાર હતા. ગ્લોસ્ટર કાઉન્ટી ઈમરજન્સી મેનેજમેન્ટે કહ્યું કે, મનુરો ટાઉનશિપના ક્રાસ કીઝ એરપોર્ટ પર ઈમરજન્સી એલર્ટ બાદ રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવ્યું. પ્લેન ક્રેશ બાદ બહાર મેદાની વિસ્તારમાં ઝાડ નીચે ફસાઈ ગયું. સ્પીડ ધીરે ધીરે ઓછી થવાના કારણે તેને વધુ નુકસાન પહોંચ્યું નહીં.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કહ્યું કે તેમણે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પ્લેન ક્રેશવાળી જગ્યાએથી ઘાયલોને સીધા હોસ્પિટલ લઈ જવાયા પરંતુ તેમની સ્થિતિ હજુ ગંભીર છે. ગત અઠવાડિયે ઓહિયોમાં પણ એક વિમાન દુર્ઘટના ઘટી હતી. જેમાં છ મુસાફરો માર્યા ગયા હતા.
અકસ્મતામાં હજુ કોઈના મોતના સમાચાર નથી. પરંતુ એફએએનું કહેવું છે કે આ પ્લેન સ્કાઈડાઈવિંગ ગતિવિધિ સાથે જોડાયેલું છે. કદાચ મિકેનિકલ ફેલ્યોર, પાઈલોટની ભૂલ કે ખરાબ હવામાનના કારણે કોઈ ચૂક થઈ છે. ક્રોસ કીઝ એરપોટ પર પહેલા પણ અનેક વિમાન દુર્ઘટનાઓ થઈ છે. જેમાં ૧૯૮૬ની ઘટના લેન્ડિંગ વખતે ઓછો પ્રકાશ અને ૧૯૯૬ ની ઘટના એન્જિન ફેઈલના કારણે થઈ હતી.
નોંધનીય છે કે ૧૨ જૂનના રોજ અમદાવાદથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાીટ એઆઈ૧૭૧ ટેકઓફ બાદ તરત ક્રેશ થયું હતું. તેમાં ૨૪૨માં ફક્ત એક મુસાફરને બાદ કરતા બાકી તમામ માર્યા ગયા હતા. સવા લાખ લીટર ઓઈલથી ભરેલું વિમાન રનવેના કેટલાક કિલોમીટર બાદ એક બિલ્ડિંગ પર જઈને તૂટ્યું હતું. મોટા ધડાકા સાથે લાગેલી આગમાં ૩૦ અન્ય લોકોના પણ મોત થયા હતા.