Last Updated on by Sampurna Samachar
વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં ૨ ના મોત, ભારે તબાહી
તોફાની પવન અને ગાજવીજ સાથે આવેલા કમોસમી વરસાદે માત્ર જનજીવન અસ્તવ્યસ્ત જ નથી કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ભરઉનાળે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં મંગળવારે બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળો વચ્ચે ત્રાટકેલા મિની વાવાઝોડાએ સમગ્ર પંથકમાં ભારે પાયમાલી સર્જી છે. તોફાની પવન અને ગાજવીજ સાથે આવેલા કમોસમી વરસાદે માત્ર જનજીવન અસ્તવ્યસ્ત જ નથી કર્યું, પરંતુ બે નિર્દોષ વ્યક્તિઓના જીવ પણ લીધા છે.

મંગળવારે ત્રાટકેલા આ આકાશી આફત એટલી ભયાનક હતી કે પવનની ગતિ સામે અનેક મકાનો અને વૃક્ષોટકી શક્યા નહીં. અત્યાર સુધીના અહેવાલો મુજબ, આ કુદરતી પ્રકોપમાં બે લોકોના મોત નિપજ્યા છે. આઉપરાંત, પશુપાલકો માટે પણ આ દિવસ કાળ સાબિત થયો હતો, જેમાં બે પશુઓના પણ મોત થયા હોવાનીવિગતો મળી છે. આ કરુણ ઘટનાને પગલે અસરગ્રસ્ત પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
છેલ્લા ૧૨ કલાકથી વધુ સમયથી વીજળી ગુલ
શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવનની ગતિ એટલી તેજ હતી કે જાેતજાેતામાં રસ્તાઓ પર વર્ષો જૂનાવૃક્ષો ઉખડી પડ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, તાલુકામાં ૧૦૦થી વધુ વૃક્ષો અને ૨૦ જેટલા વીજ થાંભલાઓજમીનદોસ્ત થઈ ગયા છે. ધાંધલપુર, સુરેલી, છોગાળા અને પાનમ ડેમ વિસ્તાર સહિતના અનેક ગામોમાં છેલ્લા ૧૨ કલાકથી વધુ સમયથી વીજળી ગુલ થઈ ગઈ છે.
વીજ વાયરો તૂટી જવાને કારણે હજારો લોકો અંધકારમાંરહેવા મજબૂર બન્યા છે. સ્ય્ફઝ્રન્ ની ટીમો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી હોવા છતાં નુકસાન એટલું વ્યાપકછે કે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં મુશ્કેલી પડી રહી છે.
શહેરાના તાલુકા વિકાસ અધિકારી (્ર્ડ્ઢં) પાર્થ પટેલના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ૧૮ જેટલા કાચા–પાકામકાનોને નુકસાન થયાના અહેવાલો મળ્યા છે. અનેક મકાનોની દીવાલો ધરાશાયી થઈ છે, તો ક્યાંક ઘરનાછાપરા (પતરા) હવામાં ફંગોળાઈ ગયા છે.
ભર ઉનાળે આવેલા આ વરસાદે જગતના તાતની ઉંઘ ઉડાવી દીધી છે. ખેતરોમાં તૈયાર થયેલી મકાઈ, ઘઉં અનેબાજરીનો પાક પવનને કારણે જમીન પર ઢળી પડ્યો છે. પશુપાલકોએ સંગ્રહિત કરેલો સૂકો ઘાસચારોવરસાદમાં પલળી જતાં હવે પશુઓને શું ખવડાવવું તે પ્રશ્ન ઉભો થયો છે. મોંઘા બિયારણ અને ખાતર નાખીનેતૈયાર કરેલો પાક નિષ્ફળ જતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.
વાવાઝોડાની સૌથી વધુ અસર ધાંધલપુર, છોગાળા, સગરાડા, ખોજલવાસા, ભેંસાલ, મંગલપુર, નાડા અનેસુરેલી જેવા ગામોમાં જાેવા મળી છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે તાલુકાના મુખ્ય ૧૦ જેટલા માર્ગો બંધ થઈગયા હતા.
શહેરા–નાંદરવા માર્ગ
હોંસેલાવ–જેથરીબોર માર્ગ
ભદ્રાલા–ખટકપુર માર્ગ
ભેંસાલ–ખોજલવાસા માર્ગ
ધાંધલપુર ગામમાં જુની પંચાયતથી ચોપડાખુર્દ તરફ જવાનો માર્ગ ઝાડ અને થાંભલા પડવાથી ઠપ થઈ ગયોહતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જો કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબીઅને અન્ય મશીનરીની મદદથી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવા માટે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દરેકગામના તલાટીઓને નુકસાની અંગેના અહેવાલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. તાલુકાનાઅલગ–અલગ ગામોમાં ૧૮ જેટલા મકાનોને નુકસાન થયું છે. તલાટીઓ દ્વારા નુકસાનીના રિપોર્ટ તૈયાર કરીમોકલી આપવામાં આવ્યા છે.
સ્થાનિક રહીશો અને ખેડૂતોની માંગ છે કે સરકાર આ કુદરતી આફતને ધ્યાને રાખી તાત્કાલિક આર્થિક સહાયજાહેર કરે. જેમણે પોતાના ઘર ગુમાવ્યા છે અને જે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે, તેમને વહેલી તકે વળતર મળે તેજરૂરી છે. ભર ઉનાળે આવેલા આ મિની વાવાઝોડાએ કુદરતના રૌદ્ર સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર કેટલી ઝડપે આ પાયમાલ થયેલા ગામોને ફરી ધબકતા કરે છે.