Last Updated on by Sampurna Samachar
નવી દિલ્હી અને બિહાર રાજ્ય વચ્ચે થયો MOU
રાજ્યની એર કનેક્ટિવીટીમાં મોટો સુધારો થવાની આશા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેબિનેટની બેઠકમાં બિહાર માટે મહત્વનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં છ નવા શહેરોમાં એરપોર્ટ બનાવવા માટે એક મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ ર્નિણયથી બિહારના ૬ શહેર મધુબની, વીરપુર, મુંગેર, વાલ્મિકીનગર, મુજફ્ફરપુર અને સહરસાને હવાઈ સુવિધા મળશે. આ MOU ભારતીય વિમાનપતન પ્રાધિકરણ, નવી દિલ્હી અને બિહાર રાજ્ય વચ્ચે થયો છે. જેનાથી શહેરનો વિકાસ ખુબ ઝડપથી થશે.
બિહારના છ શહેરમાં નવા એરપોર્ટ બનાવવા માટે સરકારે શરુઆતના તબક્કામાં ૨૫ કરોડ રુપિયા પ્રતિ એરપોર્ટ આપવાનો ર્નિણય કર્યો છે. એટલે કે કુલ મળીને ૧૫૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. હાલના દિવસોમાં બિહારના ઘણા શહેરોમાં એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. જેનાથી રાજ્યની એર કનેક્ટિવીટીમાં મોટો સુધારો થવાની આશા છે.
આગામી બે વર્ષમાં બે એરપોર્ટ બનવાની કામગીરી શરૂ થશે
આ પહેલા બજેટ ૨૦૨૫-૨૬માં રાજગીર, ભાગલપુર, સિવાન અને રક્સોલમાં એરપોર્ટના વિકાસના કાર્યોને મંજૂરી મળી હતી. જેમાં રાજગીરમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ અને રક્સોલમાં બ્રાઉનફિલ્ડ એરપોર્ટનો સમાવેશ થાય છે. આ સાથે જ બિહટામાં બીજા સિવિલ એન્કલેવને પણ મંજૂરી આપવામાં આવી છે. જે પટના એરપોર્ટની ભીડને ઓછી કરી દેશે. આ પગલુ બિહારના દુરના વિસ્તારોને હવાઈ સુવિધા સાથે જોડવા અને તેના આર્થિક વિકાસને વેગ આપવા માટે છે.
MOU પ્રમાણે ભારતીય વિમાન પતન પ્રાધિકરણ અને બિહાર સરકાર મળીને કામ કરશે. પહેલા આ શહેરમાં જમીનનું સર્વે થશે અને એરપોર્ટ બનવવા માટેની યોજના બનશે. સરકારનું લક્ષ્ય છે કે આવનારા બે વર્ષમાં ઓછામાં ઓછા બે એરપોર્ટ બનવાનું કામ શરૂ થઈ જશે.