SITએ આપી ક્લીનચીટ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત

ગોંડલના પૂર્વ ધારાસભ્યના માણસો અને ગણેશ ગોંડલ દ્વારા જાટ પિતા-પુત્રને માર મરાયા હોવાનો પિતાએ આક્ષેપ કર્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં SIT દ્વારા ગણેશ ગોંડલને ક્લિનચીટનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. હવે ૨૯ જુનની મુદ્દત પડ છે. નિવેદનો અને સીસીટીવી ફુટેજમાં ગણેશ જાડેજાના પુરાવા ન મળ્યા. તેથી આ કેસમાં જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજાને ક્લીન ચીટ આપવામાં આવી છે. ગોંડલમાં મૂળ રાજસ્થાનનો યુવક રાજકુમાર જાટ ગત વર્ષે ગાયબ થયો હતો.
૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ વહેલી સવારે રાજકુમાર જાટ લાપતા થયો હતો. ૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ અમદાવાદ હાઈવે પરથી તેની લાશ મળી આવી હતી. સ્થાનિકપોલીસે ફેટલ કેસ નોંધી અજાણ્યા યુવકની લાશ પીએમ રૂમ ખાતે મોકલી હતી. જેના બાદ ૯ માર્ચના રોજ યુવકની ઓળખ થઈ હતી. તેની બહેન અને બનેવીએ યુવકની ઓળખ કરી હતી. તેના બાદ રાજકુમાર જાટના પિતાએ ૧૦ તારીખે પોતાના પુત્રની લાશ ન હોવાનું રટણ કર્યું.

સમગ્ર મામલો ગોંડલના ગણેશ જાડેજા સુધી પહોંચ્યો

 બાદમાં દીકરાનો મૃતદેહ જોઈને પિતાએ સ્વીકાર્યું હતું. પરંતું તેની હત્યા થઈ હોવાનો આરોપ લગાવીને મૃતદેહ સ્વીકારવા ર્નિણય કર્યો હતો. સમગ્ર મામલો ગોંડલના  જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા સુધી પહોંચ્યો હતો. ગોંડલના પૂર્વ ધારાસભ્યના માણસો અને તેના દીકરા ગણેશ ગોંડલ દ્વારા જાટ પિતા-પુત્રને માર મરાયા હોવાનો પિતાનો આક્ષેપ કરાયો હતો. જેના બાદ સમગ્ર મામલાએ રાજકીય વળાંક લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ દ્વારા ગુમ થનાર રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ઘટનાક્રમ આવો છે.
૨ માર્ચ ૨૦૨૫ના રોજ પિતા પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા
૩ માર્ચના રોજ રાત્રિના ૨ વાગ્યા આસપાસ ઘરે થી નીકળી ગયો હતો
૩ તારીખના રોજ સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો
૪ તારીખના રોજ રાત્રિના ૨ વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો
આશ્રમમાંથી નીકળ્યાના ૫૦૦ મીટર દૂર રોડ અકસ્માતમાં થયું હતું મોત
૪ માર્ચના રોજ રાત્રિના ૩ વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં થયું હતું મોત
૯ માર્ચના રોજ રાજકુમાર જાટની પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી ઓળખ
પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવામાં આવી
રાજકુમાર જાટના પિતાએ દીકરા માટે ન્યાયની માંગ કરી હતી. તેઓએ પોલીસ પર આક્ષેપ લગાવ્યા હતા. તો તેમનો દીકરો રાજકુમાર સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરતો હતો. સમગ્ર મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે ટ્વીટ કરીને સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી. આ ઘટનાને જાટ સમાજ સહન નહીં કરે તેવો ઉલ્લેખ તેવી ચીમકી આપી હતી.
આ ઉપરાંત રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી રામલાલ જાટે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મળીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. આ ઉપરાંત રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે સોશિયલ મીડિયામા આંદોલન શરૂ થયું હતું.
સમગ્ર કેસમાં રાજકુમાર જાટનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચોંકાવનારો હતો. જેમાં સ્પષ્ટ લખાયું હતું કે,  રાજ કુમારના શરીરમાં લાકડી જેવા પદાર્થથી ઇજા થાય તેવા નિશાન મળી આવ્યા છે. રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દા નોંધાયો છે.
તેની ગુદામાં ૭ સેન્ટીમીટર ઊંડો ચીરો પણ મળી આવ્યો છે.  મુદ્દા નંબર ૩૦ અને ૩૧ માં ગુદામાં ૭ સેન્ટી મીટર ઊંડો ચીરો છે.  લાકડીથી મુંઢ માર મારવામાં આવ્યો હોય તેવા ૪-૪ સેન્ટીમીટરના ઈજાના નિશાન મળી આવ્યા છે.
 જે ૪ સેન્ટી મીટરના ઇજા નિશાન છે તે અકસ્માતથી ના થાય કેમ કે અકસ્માતમાં એક જ સરખા ઈજાના નિશાન થાય તે વાત માનવામાં આવે તેવી નથી આવતી. ગુદાના ભાગમાં ૭ સેન્ટી મીટર ઊંડો ચીરો છે તે પણ અકસ્માત દરમિયાન થાય તેવી કોઈ શક્યતા નથી.  ઈજાના જે નિશાન છે તે લગભગ ૧૨ કલાક પહેલાના એટલે કે તાજા હોય તેવું પણ અનુમાન છે.રાજકુમાર જાટના શરીર પર અનેક શંકા ઉપજાવે તેવા નિશાન હતા.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.