Last Updated on by Sampurna Samachar
મતદાર યાદીના શુદ્ધિકરણ માટે આ પગલું લેવાયું
તમિલનાડુ અને ગુજરાતમાં 3 દિવસ સમયગાળો લંબાવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે હાલ ચાલી રહેલી SIR ની કામગીરીની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી લીધી છે. આ ર્નિણયથી લોકોને પોતાનું નામ, સરનામું કે અન્ય વિગતો મતદાર યાદીમાં સુધારવા માટે વધારાનો સમય મળી જશે, જેથી આવનારી ચૂંટણીઓમાં કોઈપણ પ્રકારની અડચણ ન થાય. આ સમયમર્યાદા ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છતીસગઢ અને અંદામાન-નિકોબારમાં લંબાવવામાં આવી છે.

ચૂંટણી પંચએ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR ની સમયમર્યાદા લંબાવી છે. મતદાર યાદીના શુદ્ધિકરણ માટે આ પગલું લેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ ૧૫ દિવસ લંબાવવામાં આવી છે. તમિલનાડુ અને ગુજરાતમાં આ સમયગાળો ત્રણ દિવસ લંબાવવામાં આવ્યો છે.
કમિશને આ ર્નિણયએ સુનિશ્ચિત કરવા માટે લીધો
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન-નિકોબાર ટાપુઓને વધારાના ૭ દિવસ આપવામાં આવ્યા છે. આ વિસ્તરણની સાથે, ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવાની અંતિમ તારીખ પણ લંબાવવામાં આવી છે. કમિશને આ ર્નિણયએ સુનિશ્ચિત કરવા માટે લીધો છે કે તમામ પાત્ર નાગરિકોના નામ યાદીમાં સામેલ થાય.