Last Updated on by Sampurna Samachar
ધરપકડ કરાયેલા આરોપીઓ ઝુબીનના નજીકના હોવાની માહિતી
પરિસ્થિતિ બહુ વણસી જતાં હિંસક બની
(સંપૂર્ણ સમાચાર સેવા)
આસામના પ્રખ્યાત ગાયિક ઝુબીન ગર્ગના મૃત્યુનો મામલોમાં દરરોજ નવો નવો વળાંક આવી રહ્યો છે. બક્સા જિલ્લાના મુશાલપુરમાં આ કેસને લઈને મોટી બબાલ થઈ હતી. જણાવી દઈએ કે, ઝુબીન ગર્ગના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરાયેલા આરોપીઓને બક્સા જેલમાં ખસેડવામાં આવતા જેલની બહાર હિંસક અથડામણ થઈ હતી.
અહેવાલો અનુસાર, ઝુબીન ગર્ગના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને બક્સા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમાચાર સ્થાનિક રહેવાસીઓ અને ઝુબીનના ચાહકો સુધી પહોંચતા જ જેલની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી. આ બાદ, પરિસ્થિતિ એટલી ઝડપથી વણસી ગઈ કે, આ વિરોધ હિંસક બની ગયો હતો.
ગુવાહાટીથી બક્સા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા
વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં ઘણા પોલીસકર્મીઓ અને કેટલાક પત્રકારો ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ છોડવા પડ્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ વાહનને પણ આગ ચાંપી દીધી હતી.
બક્સા જેલની બહાર ભયાનક સ્થિતિ થઈ ગઈ હતી. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. લોકપ્રિય આસામી ગાયક ઝુબિન ગર્ગના મૃત્યુ બાદ રાજ્યમાં ગુસ્સાનું વાતાવરણ છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, તેમના મૃત્યુ અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ચાહકોનો આરોપ છે કે, તે કાવતરું હોઈ શકે છે અને પોલીસ કેટલાંક મોટા લોકોનું રક્ષણ કરી રહી છે.
જણાવી દઈએ કે, આસામ પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી કેટલાક ઝુબિનના નજીકના માનવામાં આવે છે. આ આરોપીઓને ગુવાહાટીથી બક્સા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેના પગલે હિંસા ફાટી નીકળી હતી.
ઝુબિનના ચાહકો સોશિયલ મીડિયા પર સતત ઈંત્નેજંૈષ્ઠીર્હ્લઢિેહ્વીીહય્ટ્ઠખ્તિ ટ્રેન્ડ કરાવી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે, સરકાર આસામના આઇકોન રહેલા ઝુબિનના મૃત્યુની પારદર્શક તપાસ કરી રહી નથી.
પોલીસે જણાવ્યું છે કે, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. આ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે.