Last Updated on by Sampurna Samachar
સોશિયલ મીડિયા પર સગાઈ અંગેની જાહેરાત કરી
UP ના રાજ્યપાલ આનંદીબેન પટેલ રહ્યા હાજર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતી જાણીતી સિંગર કિંજલ દવેએ સગાઈ કરી લીધી છે. કિંજલ દવેએ જાણીતા બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. ત્યારે કિંજલની સગાઈના સમાચારથી ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે. કિંજલ દવેએ ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈ અંગેની જાહેરાત કરી છે.

લાંબા સમયના ડેટિંગ બાદ કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી. ૫ ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને ૬ ડિસેમ્બરના રોજ સગાઈ સેરેમની યોજવામાં આવી હતી. સગાઈનો કાર્યક્રમ પરિવારજનો અને મિત્રોની હાજરીમાં યોજાયો હતો. જેમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા.
કિંજલે ૬ ડિસેમ્બરે ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી
સોશિયલ માડિયામાં સગાઈનો વીડિયો સામે આવ્યો છે. સગાઈ સેરેમનીમાં કિંજલ અને ધ્રુવિને ડાન્સ કર્યો હતો. ધ્રુવિન શાહ બિઝનેસમેનની સાથે એક્ટર પણ છે. તેમજ લોકપ્રિય એપ્લિકેશન જોજો એપના ફાઉન્ડર છે. તેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે.
આપને જણાવી દઈએ કે, કિંજલ દવે ગુજરાતની ખુબ જ લોકપ્રિય સિંગર છે. તેના અનેક ગીતો મિલિયન્સ વ્યૂઝ મેળવ્યા છે. ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ તેનું સૌથી લોકપ્રિય ગીત છે. પોતાના શૂરિલા અવાજથી અનેક ચાહકોના દિલ પર રાજ કરતી કિંજલ દવેએ પોતાની સગાઈનો વીડિયો ફેસબુક પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. કિંજલે ૬ ડિસેમ્બરે ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. હવે લગ્નના તાંતણે ક્યારે બંધાય છે તેના સૌની નજર છે.