Last Updated on by Sampurna Samachar
બિગ બી અમિતાબ બચ્ચનના પગે લાગતા સંગઠન ઉકળ્યું
આ મુદ્દો દેશમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખાલિસ્તાની સંગઠન દ્વારા પંજાબી સિંગર દિલજીત દોસાંઝને ધમકી આપવામાં આવી છે. જેથી આ મુદ્દો દેશમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. સિંગર હાલમાં કૌન બનેગા કરોડપતિ શોમાં ગયો હતો. ત્યાં તેણે અમિતાભ બચ્ચનના પગે પડ્યા હતા. બસ આ જ વાતને લઈને ખાલિસ્તાની સંગઠન ઉકળી ગયું છે. ૧ નવેમ્બરે સિંગરનો ઓસ્ટ્રેલિયામાં કોન્સર્ટ છે જેને બંધ કરવાની ધમકી આપી છે. આપને જણાવી દઈએ કે ખાલિસ્તાની આતંકવાદી સંગઠન ‘સિખ ફોર જસ્ટિસ‘ દ્વારા આ ધમકી આપવામાં આવી છે.

મળતા રિપોર્ટ પ્રમાણે ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહે ધમકી આપી છે કે અમિતાભ બચ્ચનના પગે પડવાના વિરોધમાં ૧ નવેમ્બરે ઓસ્ટ્રેલિયામાં જે મ્યૂઝિક કોન્સર્ટ થવાનો છે તેને બંધ કરી દેવામાં આવશે. સમૂહ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ હરકત ૧૯૮૪માં સિખ વિરોધી જે રમખાણો થયા હતા તેની સ્મૃતિઓનું અનાદર છે.
સિંગરે સ્મૃતિ દિવસનો મજાક બનાવ્યો
ગુરપતવંત સિંહ પન્નૂએ એક નિવેદનમાં કહ્યું કે અમિતાભ બચ્ચન એ છે કે જેની વાતોને ૧૯૮૪માં નરસંહારને હવા આપી હતી. હવે દિલજીત દોસાંઝે સિખ નરસંહારના દરેક પીડિત અનાથ અને વિધવાનું અપમાન કર્યું છે જે નાદાની નથી પરંતુ દગાખોરી છે.
વધુમાં એવું પણ કહેવામાં આવ્યું કે સિખ મહિલાઓ સાથે જે થયું. બાળકોની કરુણતાથી હત્યા થઈ. સિખ ભાઈઓની જે રીતે સળગાવી દેવામાં આવ્યા. તેમની રાખ હજુ ઠંડી નથી પડી. દર વર્ષે ૧ નવેમ્બરે તેમની યાદમાં સ્મૃતિ દિવસ થાય છે. કોઈ પણ તે દિવસે પ્રદર્શન કે ઉત્સવ નથી મનાવતું. આ જ કારણોને લઈને સંગઠને દિલજીત દોસાંઝના કોન્સર્ટને બોયકોટ કરવાની માગ કરી છે. સંગઠનનું કહેવું છે સિંગરે સ્મૃતિ દિવસનો મજાક બનાવ્યો છે. જેથી દુનિયાભરના આર્ટિસ્ટ, ફેન્સ અને ગ્રુપ આ કોન્સર્ટનો ભાગ નહીં બને સાથે જ આ સમૂહે રેલી કાઢવાની પણ વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે કોન બનેગા કરોડપતિમાં હાલ જ સિંગર દિલજીત દોસાંઝ પહોંચ્યો હતો. આવતા જ તેણે અમિતાભ બચ્ચનના પગે પડ્યા અને બિગ બીએ પણ તેને પંજાબ દે પુત્તર કહ્યું હતું. સાથે જ તાલીઓ વગાડી હતી. જે રીતે દિલજીત દોસાંઝે અમિતાભનું સન્માન કર્યું તેને લઈને સોશિયલ મીડિયા પર લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે.
 
				 
								