સિંગર સોનુ નિગમે તાજેતરમાં મળેલા રાષ્ટ્રીય પુરસ્કાર પર ઉઠાવ્યા સવાલ

Share this Article:

સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી જણાવી વાત

(સંપૂર્ણ સમાચાર સેવા)

બોલિવૂડ સિંગર સોનુ નિગમે ફરી એકવાર રાષ્ટ્રીય સન્માન આપતાં પદ્મ એવોર્ડ અંગે બળાપો કાઢ્યો છે. આ ગણતંત્ર દિવસ ૨૬ જાન્યુઆરીના રોજ આપવામાં આવેલા પદ્મ એવોર્ડ ૨૦૨૫ મુદ્દે નિરાશા વ્યક્ત કરતાં સોનુ નિગમે એક વીડિયો શેર કર્યો છે. જેમાં સવાલો ઉઠાવ્યા છે કે, ‘સરકારે કેમ હજુ સુધી ઉમદા સિંગર્સને પદ્મ શ્રીનું સન્માન આપ્યું  નથી. એવા ઘણા ગાયકો છે કે, જે દરેક માટે પ્રેરણા છે, અને તેમની પ્રતિભાને ઓળખવી જોઈએ.’

સોનુ નિગમે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં કહ્યું છે કે, બે એવા ગાયકો છે જેમણે દુનિયાભરના ગાયકોને પ્રેરણા આપી છે. જેમાં ફક્ત એકને જ પદ્મશ્રી સુધી સીમિત રાખ્યા છે, તે છે મોહમ્મદ રફી સાહેબ. અને એક એવા છે જેમને હજુ સુધી પદ્મશ્રી પણ  નસીબ થયો નથી, તે છે કિશોર કુમારજી. તેમને મરણોપરાંત એવોર્ડ પણ મળ્યો નથી.

સોનુ નિગમે આગળ કહ્યું, ‘ અન્ય ઘણા ગાયકો છે, અલકા યાજ્ઞિક કે જેમની આટલી લાંબી અને અદ્ભુત કારકિર્દી રહી છે, તેમને આજ સુધી કંઈ મળ્યું નથી. શ્રેયા ઘોષાલ લાંબા સમયથી પોતાની કળા સાબિત કરી રહી છે. તે એક શ્રેષ્ઠ ગાયક છે. સુનિધિ ચૌહાણે પણ પોતાના અનોખા અવાજથી આખી પેઢીને પ્રેરિત કરી છે, પણ હજુ સુધી તેને પણ કંઈ મળ્યું નથી. ઉલ્લેખનીય છે, આ વર્ષે અરિજીત સિંહને પદ્મશ્રી એવોર્ડ અને સ્વર કોકિલા ઓફ બિહાર તરીકે જાણીતી શારદા સિંહાને પદ્મ વિભુષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વીડિયોના અંતમાં ગાયકે તેના ચાહકોને એવા લોકોના નામ પણ જણાવવા કહ્યું કે, જેમને હજુ સુધી પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા નથી, તેઓ તેના માટે લાયક હતા. પછી ભલે તે સંગીતની દુનિયા હોય કે, અભિનયની, વિજ્ઞાનની કે સાહિત્યની દુનિયા હોય. સોનુ નિગમે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, ‘ભારત અને તેના બાકી રહેલા પદ્મ એવોર્ડ વિજેતાઓ.’

સોનુ નિગમને વર્ષ ૨૦૨૨માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ સન્માન મેળવ્યા બાદ સોનુ નિગમે નિરાશા વ્યક્ત કરી હતી કે, ‘હવે ખૂબ મોડુ થઈ ચૂક્યું છે.’ તેણે પોતાની કારકિર્દીમાં ૧૦૦૦૦થી વધુ ગીતો લખ્યા છે. હિન્દી ઉપરાંત કન્નડ, ઉડિયા, બંગાલી, ગુજરાતી, તમિલ, તેલુગૂ, મલયાલમ, મરાઠી, નેપાલી, ભોજપુરી ભાષામાં પણ પોતાની અવાજનો જાદુ ચલાવ્યો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.