Last Updated on by Sampurna Samachar
ગિલ પર ટીકાઓ થતાં રવિ શાસ્ત્રી જવાબ આપવા આવ્યા આગળ
ટીમમાં કોઇ એવુ નહીં કે જે માર્ગદર્શન આપી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ ઇંગ્લેન્ડમાં ભારત – ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઇ રહી છે. જે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલની કેપ્ટન તરીકેની કારકિર્દી વિશે ઘણાં ટીકા કરી રહ્યા છે. જ્યાં હેડિંગ્લી ટેસ્ટમાં ૫ સદી ફટકારવા છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને આ ટેસ્ટ સીરિઝમાં ભારત ૦-૧ થી પાછળ છે.
પહેલી ટેસ્ટ પછી શુભમન ગિલની કેપ્ટનશીપ પર ઘણાં સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે તેમને પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનો ટેકો મળ્યો છે. તેમણે કહ્યું કે, શુભમન ગિલને સમય આપો. તે અનુભવ સાથે આ ભૂમિકામાં આગળ વધશે.
બોલરો નિષ્ફળ જતા પ્રથમ ટેસ્ટ ગુમાવવી પડી
શુભમન ગિલની કેપ્ટનશીપ કારકિર્દીની શરૂઆત ખૂબ જ મુશ્કેલ રહી છે, ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને નથી, જે તેમને માર્ગદર્શન આપી શકે છે. આ દરમિયાન લીડ્સ ટેસ્ટમાં ભારત પહેલી મેચ હાર્યા છે.
ત્યારે રવિ શાસ્ત્રીએ કહ્યું કે, શુભમન ગિલમાં સંયમ હોવાથી તેને અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે. જો ગિલ આગળ વધી શકશે નહીં તો મને નિરાશા થશે. સુસ્ત, આળસુ અને તેજસ્વી, અને જ્યારે તે બેટિંગ કરે છે ત્યારે તેનો શાહી અંદાજ હોય છે. જો તે અનુભવ સાથે શીખી શકે છે અને પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધી શકે છે.
પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, BCCI , મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને શુભમન ગિલને કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવા માટે ત્રણ વર્ષનો સમય આપવો જોઈએ. સીરિઝમાં ગમે તે થાય, તેનામાં કોઈ ફેરફાર ન કરો. અને મને લાગે છે કે તે તમારા માટે સારું કરશે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ૫ મેચોની ટેસ્ટ સીરિઝના પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને ૫ વિકેટથી હરાવ્યું છે. ભારતના ૩૭૧ રનના ટાર્ગેટને ઇંગ્લેન્ડે બેન ડકેટ અને ક્રાઉલી બાદ રૂટની શાનદાર ઇનિંગના દમ પર સરળતાથી ચેઝ કરી લીધો છે. ભારતની બેટિંગ મજબૂત રહી હતી, જોકે બોલરો નિષ્ફળ જતા પ્રથમ ટેસ્ટ ગુમાવવી પડી છે. અંતે ૫ મેચોની સીરિઝમાં યજમાન ટીમ હવે ૧-૦થી આગળ છે.