Last Updated on by Sampurna Samachar
એશિયા કપ વચ્ચે શ્રેયસ ઐયરના ઘરે શોકનો માહોલ
ઐયર વાપસી કરે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયા કપ વચ્ચે સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયરના ઘરે શોકનો માહોલ છે. એશિયા કપ પહેલા ઐયર સમાચારોમાં હતો કારણ કે તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. એશિયા કપ શરૂ થયો ત્યાં સુધી પ્રશ્ન એ રહ્યો કે તેને ટીમમાં કેમ સામેલ કરવામાં ના આવ્યો. હવે, તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચાહકોને ભાવુક કર્યા છે.

શ્રેયસ ઐયરે એક ભાવુક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઐયર અને તેના પાલતુ શ્વાન સાથે જોવા મળે છે. ઐયરે તેના ડોગ સાથેની કેટલીક યાદો શેર કરી છે, કારણ કે તે હવે આ દુનિયામાં નથી. વીડિયો પોસ્ટ કરીને, ઐયરે લખ્યું, “રેસ્ટ ઇઝી માય એન્જલ…” ઐયરની પોસ્ટમાં ચાહકો પણ ભાવુક દેખાયા.
ઐયર વાપસી કરે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે
પંજાબ કિંગ્સે કોમેન્ટ બોક્સમાં “રેસ્ટ ઇન પીસ” પણ લખ્યું. શ્રેયસ ઐયરે ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે. એશિયા કપમાંથી તેની બાદબાકીએ પસંદગીકારો પર પ્રશ્નો ઉભા કર્યા. જોકે, ત્યારબાદ બીસીસીઆઈએ ઐયરને કેપ્ટનશીપ સોંપી છે. ઓસ્ટ્રેલિયા એ સામે બે મલ્ટી-ડે મેચ અને ત્રણ વનડે મેચ રમશે. BCCI એ મલ્ટી-ડે મેચ માટે શ્રેયસ ઐયરને ઈન્ડિયા એનો કેપ્ટન બનાવ્યો છે.
શ્રેયસ ઐયરને ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. તેની જગ્યાએ કરુણ નાયરને તક મળી. જોકે, કરુણ નાયર આઠ વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવામાં નિષ્ફળ રહ્યો. હવે, ઐયર ભારતીય ટીમમાં પાછા ફરે તેવી અપેક્ષા રાખી શકાય છે. એશિયા કપ પછી ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણીમાં ઐયર વાપસી કરે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.