Last Updated on by Sampurna Samachar
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શ્રેયસની ઇજા અંગે આપી અપડેટ
પડવાની અસરને કારણે બરોળમાં ગંભીર ઈજા થઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરની ઈજા અંગે બીજી મેડિકલ અપડેટ જાહેર કરી છે. ઐયરને ૨૫ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન મોટી ઈજા થઈ હતી. BCCI અનુસાર, ઐયરની હાલત હવે સ્થિર છે અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

BCCI એ તેની સત્તાવાર જાહેરાતમાં ઈજાની ગંભીરતા જાહેર કરી. બોર્ડે જણાવ્યું હતું કે, “શ્રેયસ ઐયરને ૨૫ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન પેટમાં ભારે ઈજા થઈ હતી, જેના કારણે તેની બરોળમાં ઈજા થઈ હતી અને આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો.” એલેક્સ કેરીનો શાનદાર કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે શ્રેયસ બેકવર્ડ પોઈન્ટથી પાછળ દોડતી વખતે જમીન પર પછડાયો ત્યારે ઈજા થઈ હતી. પડવાની અસરને કારણે તેના બરોળમાં ગંભીર ઈજા થઈ હતી.
કેપ્ટન સૂર્યકુમાર યાદવે શ્રેયસની ઇજા વિશે કરી વાત
મ્ઝ્રઝ્રૈંએ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે ઈજા તાત્કાલિક આઈડેન્ટિફાઈ થઈ હતી અને રક્તસ્ત્રાવ તાત્કાલિક બંધ થઈ ગયો હતો. બોર્ડે જણાવ્યું હતું કે, “તેની હાલત હવે સ્થિર છે અને તે સતત નિરીક્ષણ હેઠળ છે.” સૌથી સકારાત્મક અપડેટ એ છે કે ૨૮ ઓક્ટોબરના રોજ કરવામાં આવેલા રિપિટ સ્કેનમાં “નોંધપાત્ર સુધારો” જોવા મળ્યો.

BCCI એ ઉમેર્યું હતું કે, “રિપિટ સ્કેનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને શ્રેયસ હવે સ્વસ્થ થવા પર છે. BCCI મેડિકલ ટીમ સિડની અને ભારતના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને તેની પ્રોગ્રેસ પર નજર રાખશે.” ઈજાની ગંભીરતાને જોતાં ઐયરને તાત્કાલિક સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, તેની રોજેરોજની પ્રોગ્રેસનું મૂલ્યાંકન કરવા માટે ભારતીય ટીમના એક ડૉક્ટર સિડનીમાં તેમની સાથે હાજર છે.
ભારતના T૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ શ્રેયસની ઈજા વિશે વાત કરી અને ખુલાસો કર્યો કે તેણે તેના ફિઝિયો, કમલેશ જૈન સાથે તેની સ્થિતિ તપાસી હતી. સૂર્યકુમારે કહ્યું કે ઐયર હવે ફોનનો જવાબ આપી રહ્યો છે, જેનો અર્થ છે કે તે સ્થિર છે.
સૂર્યકુમારે કહ્યું, “જ્યારે મને તેની ઈજા વિશે ખબર પડી, ત્યારે મેં અમારા ફિઝિયો કમલેશ જૈનને ફોન કરીને અપડેટ મેળવ્યા. ઐયર હવે ફોનનો જવાબ આપી રહ્યો છે, જેનો અર્થ છે કે તે સ્થિર છે. ડૉક્ટર તેમની સાથે છે અને તે લોકો સાથે પણ વાત કરી રહ્યા છે, તેથી આ એક સારો સંકેત છે.”
 
				 
								