Last Updated on by Sampurna Samachar
લગભગ ૩૦ કિલોમીટર દૂર દક્ષિણી ઓસ્ટિનમાં પકડી લેવાયો
૨ પુખ્ત ઉંમરના લોકો અને એક બાળકની હત્યા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં ફરી એક વખત ગોળીબારની ઘટના સામે આવી છે. આ વખતે ટેક્સાસ રાજ્યની રાજધાની ઓસ્ટિનમાં ગોળાબાર થયો હતો. અહિંયા એક બંદૂકધારીએ ટાર્ગેટ કંપનીના એક સ્ટોરના પાર્કિંગ ક્ષેત્રમાં ગોળીબારી કરીને ૨ પુખ્ત ઉંમરના લોકો અને એક બાળકની હત્યા કરી છે.
ઓસ્ટિન પોલીસના જણાવ્યા અનુસાર લગભગ અજાણ્યો ૩૦ વર્ષની ઉમંરનો યુવાન જેનો માનસિક બિમારીથી પીડાવાનો ઇતિહાસ છે. તેણે પાર્કિગમાં એકાએક ગોળીબારી શરૂ કરી હતી. આરોપી પહેલાં ચોરી કરેલી કારમાં સવાર થઇને ઘટનાસ્થળથી ભાગી છૂટ્યો. પરંતુ તે કાર બગડી પછી અન્ય એક કાર ચોરીને તે કાર લઇને લગભગ ૩૦ કિલોમીટર દૂર દક્ષિણી ઓસ્ટિનમાં પકડી લેવામાં આવ્યો છે.
બે અઠવાડિયા પહેલાં પણ થયો હતો હુમલો
લિસા ડેવિસના જણાવ્યા અનુસાર પોલીસને બપોરના સમયે સૂચના મળી અને જ્યારે અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે પાર્કિંગ ક્ષેત્રમાં ત્રણ લોકોને ગોળી લાગી હતી અને એમાંથી એક વ્યક્તિએ જ હતો જેની તે યુવાને કાર ચોરી હતી. ઓસ્ટિન ટ્રેવિસ કાઉન્ટી ઇમરજન્સી મેડિકલ સર્વિસ અનુસાર એક મોટી ઉંમરના માણસ અને બાળકનુ ઘટના સ્થળે જ મોતી નીપજ્યુ. જ્યારે અન્ય એક વ્યક્તિનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. ૨ અઠવાડિયા પહેલા પણ મિશિગન વોલમાર્ટમા સ્ટોરમાં આવો જ એક હુમલો થયો હતો.