Last Updated on by Sampurna Samachar
ઘટનામાં સામેલ અન્ય શૂટર થઇ ગયા ફરાર
પાંચના મોત તો અનેક લોકો ઘાયલ થયાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં બે અલગ અલગ જગ્યાઓ પર ગોળીબારીની ઘટના ઘટવા પામી છે. ન્યૂયોર્ક સિટી અને વેસ્ટ વર્જીનિયામાં થયેલી આ ઘટનામાં ૫ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તો ન્યૂયોર્ક સિટીમાં બનેલી આ ઘટનામાં બે ફરાર બદમાશોની શોધખોળ કરવામાં આવી રહી છે.
ન્યૂયોર્કના બ્રુકલિન વિસ્તારની ટેસ્ટ ઓફ ધ સિટી લોન્જ બારમાં સવારે થયેલા ફાયરિંગમાં ૩ લોકોના મોત નીપજ્યા છે. જેમાં બે હુમલાખોર સામેલ હતા. પોલીસે જણાવ્યુ કે, ૩૫ વર્ષી જેમેલ ચાઇલ્ડ્સ અને ૧૯ વર્ષીય માર્વિન સેન્ટ લુઇસ વચ્ચે વિવાદ થયો અને થોડાક સમય બાદ બંનેએ એકબીજા પર ગોળી ચલાવી. બંનેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. ત્રીજો જે વ્યક્તિ મોતને ભેટ્યો તે ૨૭ વર્ષીય અમાદૂ ડાયલો હતો. જેને પોલીસે ત્યાંનો સ્થાનિક બતાવ્યો છે.
પોલીસે એક હથિયાર અને ૪૨ વધારે ખોખા જપ્ત કર્યા
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કુલ ૧૪ લોકો ઘાયલ થયા છે. જોકે કોઇ પણ ગંભીર હાલતમાં નથી. પોલીસે જણાવ્યુ કે આ ઘટનામાં સામેલ અન્ય જે શૂટર હતા તે ફરાર થઇ ગયા છે. જ્યાં ઘટના ઘટી હતી ત્યાંથી પોલીસે એક હથિયાર અને ૪૨ વધારે ખોખા જપ્ત કર્યા છે. આ મામલામાં મેયર એરિક એડ્મ્સ અને એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે પીડિતો માટે આયોજિત પ્રાર્થના સભામાં ભાગ લીધો અને લોકોને હિંસા છોડવાની અપીલ કરી છે.