Last Updated on by Sampurna Samachar
વહેલી સવારે બાઇક સવાર બદમાશોએ ચલાવી ગોળીઓ
ફાયરિંગ સમયે એલ્વિશ યાદવ તેના ઘરે નહોતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર એલ્વિશના ઘર પર અજાણ્યા બદમાશોએ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી છે. સવારે ૫:૩૦ વાગ્યે, ગુરુગ્રામ સેક્ટર ૫૭ માં એલ્વિશના ઘરે બાઇક પર સવાર ૩ માસ્ક પહેરેલા બદમાશો દ્વારા ૨૦ થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પછી, બદમાશો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ફાયરિંગ સમયે એલ્વિશ ઘરે ન હતો.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. એલ્વિશના ઘરની બાલ્કનીની બહાર ગોળીઓના નિશાન સ્પષ્ટ જોઈ શકાય છે. એલ્વિશના ઘરે ગોળીબારની માહિતી મળતા જ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો સાથે તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસ હુમલાખોરોને ઓળખવા માટે સ્થળ પર અને નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સ્કેન કરી રહી છે.
હુમલાની જવાબદારી વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરે લીધી
ગુરુગ્રામ પોલીસના પીઆરઓ સંદીપ કુમારે જણાવ્યું હતું કે, ગુરુગ્રામના સેક્ટર ૫૭માં સ્થિત યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી વિજેતા એલ્વિશ યાદવના ઘરની બહાર ત્રણ માસ્ક પહેરેલા બદમાશોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના સવારે ૫:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. એક ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ સમયે એલ્વિશ યાદવ તેના ઘરે નહોતા.
હવે આ મામલે નવું અપડેટ આવ્યું છે. આ હુમલાની જવાબદારી વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર હિમાંશુ ભાઉ અને નીરજ ફરીદપુરિયાએ લીધી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ અંગે દાવો કરવામાં આવ્યો છે. વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર હિમાંશુ ભાઉ અને નીરજ ફરીદપુરિયાએ એલ્વિશ યાદવના ઘર પર થયેલ ફાયરિંગની જવાબદારી લીધી.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “જય ભોલે કી, રામ રામ સૌ ભાઈઓને. આજે એલ્વિશ યાદવના ઘરે જે ફાયરિંગ થયું છે, તે અમે નીરજ ફરીદપુર અને ભાઉ રીટોલિયાએ કરાવડાવ્યું છે. આજે અમે તેને અમારો પરિચય આપ્યો છે. આ વ્યક્તિએ સટ્ટાબાજીનું પ્રમોશન કરીને ઘણાં ઘરો બરબાદ કર્યા છે. જે પણ સોશિયલ મીડિયાના કીડા છે, દરેકને ચેતવણી છે કે જે કોઈ સટ્ટાબાજીનું પ્રમોશન કરશે, તેની પાસે કોલ કે ગોળી ગમે ત્યારે આવી શકે છે. જે પણ સટ્ટાવાળા છે તે તૈયાર રહે.