Last Updated on by Sampurna Samachar
ઘાયલોની સ્થિતીને લઈને હજુ કોઈ માહિતી નહીં
પોલીસે હુમલાખોરને ઠાર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના મિશિગન પ્રાંતમાં આવેલ મૉમ્રમ ચર્ચમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા આ મામલે હુમલાખોર સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી. જેમાં પોલીસે હુમલાખોરને ઠાર કર્યો છે. સમગ્ર મામલે પોલીસે સામેથી જાણકારી છે. સાથે જ આ ફાયરિંગની એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે.

સ્થાનિક પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું કે ફાયરિંગ ડેટ્રોઈટથી લગભગ ૫૦ મીલ ઉત્તરમાં ગ્રેડ બ્લેંક સ્થિત ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેંટ્સમાં થઈ છે. ઘટનાને લઈને ચર્ચમાં આગ પણ લાગી ગઈ હતી.
ચર્ચમાં ગોળીબારી બાદ આગ લાગી ગઈ
પોલીસે મીડિયાને આપેલી જાણકારી અનુસાર ચર્ચમાં ગોળીબારી બાદ આગ લાગી ગઈ હતી. આ ઘટના અમેરિકામાં રવિવારના દિવસે સવારે બની. સવારે ૧૧ વાગ્યે પોલીસને ફોન આવ્યા બાદ પોલીસ તુરંત ત્યાં પહોંચી હતી જ્યાં તેમણે ફાયરિંગ કરનાર શખ્સને ઠાર માર્યો હતો.
જોકે આ મામલે પોલીસ દ્વારા ઘાયલોની સ્થિતીને લઈને હજુ કોઈ માહિતી નથી આપી. ઘટના બાદ મિશિગનના ગવર્નર ગ્રેટચેન વ્હિટમરે નિવેદન આપતા જણાવ્યું કે ગ્રેંડ બ્લેંક સમુદાય માટે મારું હ્રદય તૂટી ગયું છે. ક્યાંય પણ હિંસા સ્વીકાર્ય નથી, ખાસ કરીને ધાર્મિક સ્થળ પર.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ઘટના સ્થળના વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. જેમાં ચર્ચમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. પોલીસે હાલ લોકોને આ વિસ્તારથી દૂર રહેવા માટે અપીલ કરી છે. ઘાયલો માટે નજીકના પવેલિયન અને થિયેટરને રિએબનિફિકેશન સાઈટ બનાવવામાં આવી છે, જ્યાં પીડિત પરિવારના લોકો અને અન્ય લોકો એકબીજાને મળી શકે.