Last Updated on by Sampurna Samachar
આદિલના ખાતામાં પગાર તરીકે ૫ લાખ રૂપિયા જમા થયા હતા
મોટી માત્રામાં શસ્ત્રો અને ૨૯૦૦ કિલો વિસ્ફોટકો મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા ડૉ. આદિલની ચેટ સામે આવી છે. આ વોટ્સએપ ચેટમાં, આદિલ પૈસાની માંગ કરી રહ્યો છે. ૯ સપ્ટેમ્બરના રોજ, ૧ લાખ (તેના પગારનો એક ભાગ) તેના ખાતામાં જમા થયો હતો. ચેટના સ્ક્રીનશોટમાં જમા થયેલી રકમ જોવા મળી છે. આ પછી પણ, તેણે વધુ પૈસાની માંગણી કરી હતી.

આ ચેટમાં, આદિલ કહે છે કે, તેને વધુ પૈસાની જરૂર છે. તે ઇચ્છતો હતો કે, તેનો પગાર સમય પહેલા તેના ખાતામાં જમા થાય, કારણ કે તેને પૈસાની ખૂબ જ જરૂર હતી. ચેટમાં ખુલાસો થયો કે, ઓગસ્ટમાં ડૉ. આદિલના ખાતામાં પગાર તરીકે ૫ લાખ રૂપિયા જમા થયા હતા. તે પહેલાં પણ કેટલીક રકમ જમા કરવામાં આવી હતી.
ડૉ. આદિલની ભૂમિકા હથિયારોની વ્યવસ્થા કરવાની હતી
સપ્ટેમ્બર ૨૦૨૫ માં તેણે વારંવાર પૈસાની માંગણી કરી હતી. તે હંમેશા નિયત તારીખ પહેલાં પોતાનો પગાર માંગતો હતો. હવે, ચુકવણી માટે તેની વારંવાર માંગણી પાછળનું કારણ શોધવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ડૉ. આદિલ એ આતંકવાદી છે, જેની ધરપકડથી આ મોડ્યુલનો પર્દાફાશ થયો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે તેને સહારનપુરથી ધરપકડ કરી હતી. આદિલની માહિતીના કારણે ડૉ. મુઝમ્મિલ અને શાહીનની ધરપકડ થઈ હતી. બાદમાં, ફરીદાબાદમાંથી મોટી માત્રામાં શસ્ત્રો અને ૨૯૦૦ કિલો વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ મોડ્યુલમાં ડૉ. આદિલની ભૂમિકા હથિયારોની વ્યવસ્થા કરવાની હતી.
દિલ્હી વિસ્ફોટોની તપાસ ચાલુ છે. ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીના ૨૦૦ થી વધુ ડોકટરોની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાકની ધરપકડ કરવામાં આવી છે અને અટકાયત કરવામાં આવી છે. આ આતંકવાદી ડોક્ટર મોડ્યુલની તપાસ દરમિયાન, એજન્સીઓએ ઘણી ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ કર્યો છે.