Last Updated on by Sampurna Samachar
પોલીસને અનેક છોકરીઓ સાથે લાંબી વાતચીત મળી
વોટ્સએપ ચેટ્સથી ચોંકાવનારો ખુલાસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાબા ચૈતન્યાનંદ ઉર્ફે પાર્થ સારથીની ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલીસ પૂછપરછમાં ભલે તે ગોળગોળ જવાબ આપતો હોય પરંતુ તેના મોબાઈલથી મળેલી વોટ્સએપ ચેટે તેની પોલ ખોલી નાખી છે. આ ચેટ્સથી સ્પષ્ટ થાય છે કે કથિત બાબા તેના ભક્તો અને મહિલા અનુયાયીઓને તો ભડકાવતો હતો પરંતુ સાથે સાથે વિદેશી શેખો સુધી છોકરીઓ પણ સપ્લાય કરતો હતો.

સૌથી મોટો ખુલાસો તેની વોટ્સએપ ચેટથી થયો. જેમાં સ્વામીએ પોતે લખ્યું કે દુબઈના એક શેખ સેક્સ પાર્ટનર ઈચ્છે છે. શું તમારી કોઈ સારી મિત્ર છે? આ મેસેજ સામે આવતા જ પોલીસ પણ દંગ રહી ગઈ. હવે સ્પષ્ટ થયું છે કે આ બાબા ધાર્મિક ચોળો અને શાળાની આડમાં મોટા પાયે ગર્લ્સ સપ્લાય રેકેટ પણ ચલાવતો હતો અને તેનું નેટવર્ક દેશથી લઈને ખાડી દેશો સુધી ફેલાયેલું હતું.
બાબાના મોબાઈલથી HIK Vision નામની એપ મળી
સ્વામી ચૈતન્યાનંદના મોબાઈલમાં પોલીસને અનેક છોકરીઓ સાથે લાંબી વાતચીત મળી છે. જેમાં મોટાભાગની ચેટ્સ તેમની મનમાની, લાલસા અને ધંધા તરફ ઈશારો કરે છે. એક ચેટમાં તે સતત એક છોકરીને પૂછી રહ્યો છે કે બેબી, ડ્યૂટી પૂરી થઈ. છોકરી જવાબ આપે છે કે શિફ્ટ પર જઈ રહી છું સર.
ત્યાબાદ બાબા તેને ગુડ ઈવનિંગ મારી સૌથી વ્હાલી બેબી ડોલ બેટી કરીને મેસેજ કરે છે. છોકરી જવાબ આપે છે કે અહીં બપોર છે સર, હેપ્પી આફટરનૂન. તમે કઈ ખાધુ સર? એટલે સુધી કે સામાન્ય વાતચીતમાં પણ તે છોકરીઓને બેબી, ડોટર ડોલ, અને સ્વીટી જેવા શબ્દોથી સંબોધિત કરતો હતો.
સૌથી ચોંકાવનારી ચેટ ત્યારે સામે આવી જ્યારે તેણે એક છોકરીને લખ્યું કે દુબઈનો એક શેખ સેક્સ પાર્ટનર ઈચ્છે છે. શું તમારી કોઈ સારી મિત્ર છે? જ્યારે છોકરીએ ના પાડી દીધી અને કહ્યું કે તેની પાસે કોઈ નથી. તો સ્વામીએ દબાણ કરતા કહ્યું કે આ કેવી રીતે શક્ય હોઈ શકે? તારી કોઈ ક્લાસ મેટ, જૂનિયર હોય તો મોકલ. તેનાથી સ્પષ્ટ છે કે બાબા છોકરીઓને ફક્ત પોતાના માટે ઉપયોગ કરતો એટલું જ નહીં પરંતુ તેમને વિદેશ મોકલવાની પણ કોશિશ કરતો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ અન્ય એક ચેટમાં બાબા લખે છે કે તું મારી સાથે નહીં સૂઈ જાય? ગુડ નાઈટ, શુભ રાત્રિ જણાવો. અહીં તેની અસલિયત વધુ બહાર આવે છે કે તે મહિલાઓને કઈ રીતે મજબૂર કરતો હતો.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બાબાએ અનેક છોકરીઓને અલ્મોડા, અન્ય જગ્યાઓ પર મોકલી. એક કેસમાં તેણે એક યુવતીને કહ્યું કે કોઈ છોકરા સાથે અટપટા ફોટા ખેંચાવીને તેને મોકલે. વાત જાણે એમ છે કે બાબા તે યુવકને હની ટ્રેપમાં ફસાવવા માંગતો હતો. આ માટે તેણે યુવતીને પૈસા પણ આપ્યા હતા.
પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ફરારી દરમિયાન બાબા લંડનના એક વોટ્સએપ નંબરનો ઉપયોગ કરતો હતો. આ નંબરથી તે સતત યુવતીઓના સંપર્કમાં હતો. મોબાઈલથી મોટા પાયે ચેટ ડિલીટ કરાઈ હતી. પરંતુ રિકવરી દરમિયાન અનેક ચોંકાવનારા સંવાદ સામે આવ્યા. જેમાંથી એક ચેટ બાબાએ એક છોકરીને વારંવાર લખેલી બેબી આઈ લવ યુ. જ્યારે છોકરીએ તેને બ્લોક કર્યો તો પણ તે સતત નવા નંબરથી સંપર્ક સાધવાની કોશિશ કરતો રહ્યો.
બાબાના મોબાઈલથી HIK Vision નામની એક એપ પણ મળી. તપાસમાં જાણવા મળ્યું કે આ એપ દ્વારા આશ્રમના તમામ સીસીટીવી કેમેરા સીધા તેના મોબાઈલથી જોડાયેલા હતા. આશ્રમનો દરેક ખૂણો તેની નિગરાણીમાં હતો. કોણ ક્યારે ક્યાં જાય છે તેની જાણકારી બાબાને રિયલ ટાઈમમાં રહેતી હતી. જેના કારણે તે છોકરીઓની ગતિવિધિઓ પર નજર રાખતો હતો. તક જોઈને તેમને પોતાના રૂમમાં બોલાવી લેતો હતો.
બાબા ફક્ત ખોટા આડંબરનો સહારો લેતો એટલું જ નહીં પરંતુ છોકરીઓને પોતાની જાળમાં ફસાવવા માટે મોંઘા દાગીના, ઘડીયાળો, અને ડિઝાઈનર ચશ્મા સુદ્ધા ગિફ્ટમાં આપતો હતો. તેના મોબાઈલ અને દસ્તાવેજોથી એ સામે આવ્યું છે કે તેણે અનેક છોકરીના રિઝ્યૂમ પણ મંગાવ્યા હતા. પોલીસને શક છે કે બાબા એરહોસ્ટેસની નોકરીની લાલચ આપીને યુવતીઓને લલચાવતો અને પછી તેમને પોતાના નેટવર્કમાં સામેલ કરતો.