Last Updated on by Sampurna Samachar
51 ગ્રામનાં સોનાનો હાર લઈ આરોપી ફરાર
વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી એક શખ્સે ગઠિયાગીરી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં એક ચોંકાવનારી છેતરપિંડીની ઘટના સામે આવી છે. મંદિરની પવિત્રતા અને વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી એક શખ્સે ગઠિયાગીરી કરી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, આરોપીએ પોતાની દીકરીને મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય તે માટે મંદિરમાં માનતા રાખી હોવાનું કહી મંદિરના કોઠારી અને સ્વામીને વિશ્વાસમાં લીધો હતો. વિશ્વાસ જમાવી તેણે મંદિર તરફથી માનતા રૂપે આપવામાં આવેલો અંદાજે ૫૧ ગ્રામ વજનનો સોનાનો હાર હાથમાં લઈ લીધો હતો. જોકે, બાદમાં તે શખ્સ સોનાનો હાર લઈને ફરાર થઈ ગયો હતો.
પોલીસ ફરિયાદ કરતાં ધરપકડનાં ચક્રો ગતિમાન
આ ઘટના સામે આવતા મંદિર સંચાલન તેમજ ભક્તોમાં ભારે ચકચાર મચી ગઈ છે. પવિત્ર સ્થાન પર થયેલી આવી છેતરપિંડીને લઈ લોકોમાં રોષ ફેલાયો છે, જ્યારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
તેણે વિશ્વાસ જમાવવા માટે રૂપિયા ૬.૫૧ લાખનો ચેક મંદિરમાં જમા કરાવ્યો હતો. ત્યારબાદ હાર પત્નીને બતાવી તાત્કાલિક પરત લાવીશ તેમ કહી મંદિરનો સોનાનો હાર લઈને બહાર ગયો હતો. તે બાદ પાછા ના આવતાં આરોપી હાર લઈ ભાગી ગયો.