Last Updated on by Sampurna Samachar
ઈઝરાયલ વધુ જોર સાથે હુમલો કરે તેવી શક્યતા
હમણાં જ થઇ હતી નિમણુંક
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સ્થિતિ સતત વણસી રહી છે. ઈઝરાયલની સેનાએ ઈરાનના હાલમાં નિમણૂક કરાયેલા ચીફ ઑફ સ્ટાફ અને વરિષ્ઠ સૈન્ય કમાન્ડર પૈકી એક અલી શાદમાનીનું મિસાઈલ હુમલામાં મોત થયુ હોવાનો દાવો કર્યો છે. ઈઝરાયલના આ દાવાથી મિડલ-ઈસ્ટમાં હડકંપ મચ્યો છે. ઈરાન તેનો બદલો લેવા ઈઝરાયલ વધુ જોર સાથે હુમલો કરે તેવી શક્યતાઓ વધી છે.
શાદમાની ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના નજીકના સૈન્ય સલાહકાર હતા. ઈઝરાયલની ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, તેમણે ઈરાનના એક સૈન્ય મથક પર મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં શાદમાની માર્યા ગયા છે. તેઓ થોડા સમય પહેલાં જ ઈરાનની ડિફેન્સ ફોર્સના ચીફ ઑફ સ્ટાફ બન્યા હતા. આ હુમલો તેહરાન નજીક સ્થિત એક કમાન્ડ પોસ્ટ પર થયો હતો.
ઈરાનના ૨૦ ટોપ કમાન્ડર માર્યા ગયા
શાદમાની ઈરાનના સશસ્ત્ર સેનાના ઈમરજન્સી કમાન્ડ અને ખાતમ અલ-અનબિયા મુખ્યાલયના કમાન્ડર હતાં. તેઓ ઈસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને ઈરાનની સેનાનું નેતૃત્વ કરતા હતાં. ઈઝરાયલ વિરૂદ્ધ ઈરાનની યુદ્ધ યોજનાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા હતાં. હાલમાં જ તેમની નિમણૂક થઈ હતી.
ઈઝરાયલે ૧૩ જૂને ઓપરેશન રાઈઝિંગ લાયન હાથ ધરી હુમલામાં ઈરાનના પૂર્વ મેજર જનરલ ગોલામ અલી રાશિદને માર્યા હતા. ઈઝરાયલ દ્વારા ઈરાનના સૈન્ય મથકોને ટાર્ગેટ બનાવી કરવામાં આવેલા હુમલામાં ઈરાનની સેનાને મોટો ઝટકો વાગ્યો છે. ઈરાનના ૨૦ ટોપ કમાન્ડર માર્યા ગયા છે.