Last Updated on by Sampurna Samachar
સેન્ટ્રલ બેન્કમાં કુલ ચાર ડેપ્યુટી ગવર્નર હોય
કેબિનેટે આપી મંજૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
RBI ની આગામી મોનેટરી પોલિસી બેઠક પહેલાં કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે RBI ના નવા ડેપ્યુટી ગવર્નર પદે શિરીષ ચંદ્ર મૂર્મુની નિમણૂક કરી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ શિરીષ ચંદ્ર મૂર્મુની નિમણૂક પર મહોર લગાવી હતી. તેઓ આગામી ત્રણ વર્ષ સુધી આ પદ પર ફરજ નિભાવશે.

મૂર્મુ ૯ ઓક્ટોબરથી ડેપ્યુટી ગવર્નર તરીકે ફરજ નિભાવશે. હાલ તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર છે. હાલ રાજેશ્વર રાવ RBI ના ડેપ્યુટી ગવર્નર પદે કાર્યરત છે. તેમનો કાર્યકાળ ૮ ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. તેઓ બેન્કિંગ રેગ્યુલેશન અને અન્ય પોર્ટફોલિયોનો ચાર્જ સંભાળી રહ્યા છે. સેન્ટ્રલ બેન્કમાં કુલ ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે.
મૂર્મુનો ડિપાર્ટમેન્ટ હજુ જાહેર નહીં
પ્રત્યેક ગવર્નર મોનેટરી પોલિસી, ફાઈનાન્સિયલ માર્કેટ રેગ્યુલેશન્સ, બેન્કિંગ સુપરવિઝન અને રેગ્યુલેશન્સ સહિતના ચાર ડિપાર્ટમેન્ટનો હવાલો સંભાળે છે. મૂર્મુનો ડિપાર્ટમેન્ટ હજુ જાહેર થયો નથી.