Last Updated on by Sampurna Samachar
ભારેખમ સ્ટ્રક્ચર નીચે આવતા ત્યાં હાજર મુસાફરોમાં ચીસાચીસ
એક વ્યક્તિનું કરુણ મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે દુર્ઘટના સર્જાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. બસ સ્ટેશનના ઉપરનાભાગનું ભારેખમ સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું છે. જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું કરુણ મોત થયું છે. ત્યારે ઘટનાને પગલે મુસાફરોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ છે. તો ઘટનાનીજાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને બસ પરિસરને કોર્ડન કરીકાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ૧૦મી એપ્રિલે બપોરે બસ સ્ટેશનનો ઉપરનોશેડ ધરાશાઈ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. ભારેભરખમ સ્ટ્રક્ચર અચાનક તૂટી પડતા ચારેય તરફ કાટમાળફેલાયો હતો અને ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ બસ સ્ટેશને હાજર લોકોએતાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
બાદમાં ઘટનાની જાણ થતા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોપણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે કાટમાળ નીચે દટાયેલી હાલતમાં તેનો મૃતદેહ બહાર કાઢી તેનેપોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે હોસ્પિટલ ખસેડાયો હોવાની વિગતો સામે આવી રહી છે.