Last Updated on by Sampurna Samachar
બજાજ ફિનસર્વના શેરમાં મોટો ઉછાળો
આર્થિક વૃદ્ધિમાં વધારો અને ફુગાવો કંટ્રોલમાં રહેવાની અપેક્ષા
(સંપૂર્ણ સમાચાર સેવા)
શેરબજાર વધારા સાથે લીલા રંગમાં બંધ થયું છે. અગાઉ બજારમાં સતત ૩ દિવસ ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ ૪૧૦.૧૯ પોઈન્ટ (૦.૫૧%) ના વધારા સાથે ૮૧,૫૯૬.૬૩ પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે NSE નો નિફ્ટી ૫૦ પણ ૧૨૯.૫૫ પોઈન્ટ (૦.૫૨%) ના વધારા સાથે ૨૪,૮૧૩.૪૫ પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ ૮૨,૦૨૧.૬૪ પોઈન્ટ અને નિફ્ટી ૨૪,૯૪૬.૨૦ પોઈન્ટ પર પહોંચી ગયો હતો, ત્યારબાદ તે ફરી એકવાર ઘટવા લાગ્યો છે.
સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૪ કંપનીઓના શેર લીલા નિશાનમાં અને બાકીની ૬ કંપનીઓના શેર લાલ નિશાનમાં નુકસાન સાથે બંધ થયા છે. બીજી તરફ નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૭ કંપનીઓના શેર લીલા નિશાનમાં વધારા સાથે અને બાકીની ૧૩ કંપનીઓના શેર લાલ નિશાનમાં નુકસાન સાથે બંધ થયા. સેન્સેક્સ (SENSEX)કંપનીઓમાં બજાજ ફિનસર્વના શેર સૌથી વધુ ૨.૦૨ ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે ઇન્ડસઇન્ડ બેંકના શેર ૧.૮૭ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
જેપી મોર્ગને ભારતનું અર્થતંત્ર મબજૂત હોવાનો કર્યો રિપોર્ટ
જિયો પોલિટિકિલ ક્રાઈસિસ, ક્રૂડના વધતા ભાવો, અને વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે આજે ભારતીય શેરબજાર સુધર્યા છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી વિદેશી રોકાણકારોએ રૂ. ૧૦૫૪૨.૦૫ કરોડની વેચવાલી નોંધાવી છે. સામે DII એ રૂ. ૬૭૩૮.૩૯ કરોડની ખરીદી કરી હતી.
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે જેપી મોર્ગને ભારતનું અર્થતંત્ર વિવિધ પડકારો વચ્ચે પણ મજબૂત ગ્રોથ સાથે વેગવાન રહેવાનો રિપોર્ટ આપ્યો છે. સ્થાનિક સ્તરે આર્થિક વૃદ્ધિમાં વધારો અને ફુગાવો કંટ્રોલમાં રહેવાની અપેક્ષા છે. બીજી બાજુ માર્કેટમાં ઘટાડા સામે નીચા મથાળે ખરીદી પણ વધી છે. મીડકેપ અને સ્મોલકેપ શેર્સ બુલિશ રહેતા ઈન્ડેક્સ ૧ ટકા સુધી ઉછળ્યા છે. એકંદરે માર્કેટ ગ્રીન ઝોનમાં છે.