Last Updated on by Sampurna Samachar
પોપ સ્ટાર શકીરા અંદાજે ૧૯ વર્ષ પછી પરત ફરી રહી છે ભારત
પોપ સ્ટાર શકીરાના કોન્સર્ટની ૩૨ હજાર રુપિયાની એક ટિકિટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
Waka Waka Eh Eh… ગીત તમે બધાએ સાંભળ્યું હશે. સાઉથ આફ્રિકામાં ૨૦૧૦ના ફીફા વર્લ્ડકપ માટે આ ગીત પર ચાહકો ખુબ નાચ્યા હતા. આ ગીત કોલંબોની સિંગર અને ડાન્સર શકીરાએ ગાયું હતુ. જેનાથી તે દુનિયાભરમાં ફેમસ થઈ હતી. ઈન્ડિયામાં પણ શકીરાના ગીતનો ખુબ ક્રેઝ છે. તેના ચાહકો પણ મોટી સંખ્યામાં છે. હવે ઈન્ડિયન ચાહકો માટે એક ગુડ ન્યુઝ આવ્યા છે.

અંદાજે ૧૯ વર્ષ પછી શકીરા પોતાની ધુન પર ચાહકોને નચાવવા માટે ભારત આવી રહી છે. શકીરાનો ઈન્ડિયામાં કોન્સર્ટ થવાનો છે. જેની તારીખ પણ સામે આવી છે.ઈન્ટરનેશનલ પોપ સ્ટાર શકીરાએ ૨૦૦૭માં મુંબઈમાં ઓરલ ફિક્સેશન ટુર કરી હતી. હવે ફરી એક વખત ભારત આવી રહી છે. જેનાથી ચાહકો ખુબ જ ઉત્સાહિત છે.
એપ્રિલમાં આ બે શહેરમાં કરશે પરફોર્મન્સ
શકીરા આ વર્ષે એપ્રિલમાં મુંબઈ અને દિલ્હીમાં પરફોર્મન્સ કરશે. શકીરાના કોન્સર્ટ માટે ટિકિટ ખુબ મોંઘી છે. આ ક્રેઝ બાદ શકીરાના કોન્સર્ટની ટિકિટની કિંમત અંદાજે ૩૨ હજાર સુધી પહોંચી ગઈ છે.શકીરાના ઈન્ડિયા કોન્સર્ટ પહેલા શાનદાર માહૌલ જામ્યો છે. તેના શો અને ટિકિટ લાઈવ થઈ ચૂકી છે. લૈટિના પોપ સેન્સેશન શકીરાને એપ્રિલ ૨૦૨૬માં ૨ પરફોર્મન્સ આપશે.
૨૦૦૭માં ઓરલ ફિક્સેશન ટુર બાદ આ તેની પહેલી ઈન્ડિયા ટુર છે. શકીરા ૧૦ એપ્રિલના રોજ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં પરફોર્મન્સ આપશે. ત્યારબાદ ૧૫ એપ્રિલના રોજ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં તેનો બીજાે શો હશે.
મુંબઈ – ૧૦ એપ્રિલ, મહાલક્ષ્મી રેસકોર્સ,દિલ્હી – ૧૫ એપ્રિલ, જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, JLN શકીરાના મુંબઈ કોન્સર્ટ માટે ટિકિટ કેટેગરીમાં અનેક ઓપ્શન છે. સૌથી મોંઘી ટિકિટ HSBC સ્ટારસ્ટ્રક લાઉન્ઝ પાસ ૩૨ હજાર રુપિયા છે. જેમાં ૨૮,૫૦૦ની બેઝ ટિકિટ પ્રાઈઝ, ૨૦૦નો ડિલીવરી ચાર્જ અને ૩,૩૬૩ની બુકિંગ ફી સામેલ છે. જેમાં જીએસટી પણ સામેલ છે.
બીજા ઓપ્શનમાં પ્લેટિનમ લાઉઝ માટે ૨૪,૫૦૦, VIP સેક્શન માટે ૧૪,૫૦૦ અને જનરલ એડમિશન માટે ૬,૦૦૦ રુપિયા સામેલ છે. આ તમામમાં એક્સ્ટ્રા બુકિંગ અને ડિલીવરી ચાર્જ સામેલ નથી.શકીરા મુંબઈ કોન્સર્ટ ટિકિટ કિંમત
સ્ટારસ્ટ્રક લાઉન્જ – ૩૨,૦૦૦ (સૌથી મોંઘી ટિકિટ)
પ્લેટિનમ લાઉન્જ ટિકિટ – ૨૪,૫૦૦
VIP સેક્શન ટિકિટ – ૧૪,૫૦૦
જનરલ શો ટિકિટ – ૬,૦૦૦