Last Updated on by Sampurna Samachar
પિકઅપ જીપ ઘાટ પર ચડતી વખતે એક વળાંક પર પલટી ગઈ
વાહન ઘાટ ખંડથી પસાર થતા ૨૫થી ૩૦ ફુટ નીચે પડી ગયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના પુણેના ખેડ તાલુકામાં કુંડેશ્વર દર્શન માટે જતી વખતે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ૭ મહિલાઓના મોત થયા છે.જ્યારે ૨૫થી ૩૦ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ઘટના ત્યારે થઈ, જ્યારે તમામ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે કુંડેશ્વર દર્શન માટે જઈ રહ્યા હતા. મહિલા શ્રદ્ધાળુઓની પિકઅપ જીપ ઘાટ પર ચડતી વખતે એક વળાંક પર પલટી ગઈ અને દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી. ૨-૩ વાર પિકઅપ જીપ પલટીમાં તેમાં બેઠેલા ૨૫થી ૩૦ મહિલા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ.

પોલીસે જણાવ્યું છે કે, પીડિતો પાપલવાડી ગામના રહેવાસી હતા અને શ્રાવણ મહિનામાં એક શુભ દિવસ પર ખેડ તાલુકાના કુંડેશ્વર મંદિર જઈ રહ્યા હતા. પિંપરી ચિંચવડ પોલીસના એક અધિકારીએ કહ્યું કે, પિકઅપ વાનમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ ૩૦થી ૩૫ યાત્રીઓ બેઠા હતા. પ્રાથમિક તપાસ અનુસાર, વાહન ઘાટ ખંડથી પસાર થતા ૨૫થી ૩૦ ફુટ નીચે પડી ગયું.
આગળની તપાસ ચાલુ
તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને અન્ય કેટલાય ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. વધારે જાણકારીની રાહ જોવાઈ રહી છે.