Last Updated on by Sampurna Samachar
ભારતીય શેરબજારમાં હરિયાળી જોવા મળી
સેન્સેક્સ ૭૬૯.૦૯ પોઈન્ટના વધારા સાથે બંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સપ્તાહના અંતિમ દિવસોમાં ભારતીય શેરબજારમાં હરિયાળી જોવા મળી છે. BSE સેન્સેક્સ ૭૬૯.૦૯ પોઈન્ટ (૦.૯૫%) ના વધારા સાથે ૮૧,૭૨૧.૦૮ પોઈન્ટ પર બંધ થયો છે. તેવી જ રીતે NSE નો નિફ્ટી ૫૦ પણ ૨૪૩.૪૫ પોઈન્ટ (૦.૯૯%)ના વધારા સાથે ૨૪,૮૫૩.૧૫ પોઈન્ટ પર બંધ થયો છે.
તમને જણાવી દઈએ કે BSE સેન્સેક્સ ૬૪૪.૬૪ પોઈન્ટના ભારે ઘટાડા સાથે ૮૦,૯૫૧.૯૯ પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી ૨૦૩.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪,૬૦૯.૭૦ પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સની ૩૦ માંથી ૨૮ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાન પર બંધ થયા હતા અને બાકીની ૨ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા.
એટરનલના શેર સૌથી વધુ ૩.૫૧ ટકાના વધારા સાથે બંધ
બીજી તરફ નિફ્ટી ૫૦ ની ૫૦ માંથી ૪૬ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૪ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, એટરનલના શેર સૌથી વધુ ૩.૫૧ ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે સન ફાર્માના શેર ૧.૮૪ ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
સપ્તાહના છેલ્લા દિવસે પાવર ગ્રીડના સેન્સેક્સ શેર ૨.૫૧%, ITC ૨.૩૨%, બજાજ ફિનસર્વ ૨.૦૯%, નેસ્લે ઇન્ડિયા ૧.૮૩%, એક્સિસ બેંક ૧.૭૪%, કોટક મહિન્દ્રા બેંક ૧.૫૦%, અદાણી પોર્ટ્સ ૧.૪૫%, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૩૯%, ટાટા સ્ટીલ ૧.૧૮%, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૧૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૧૬%, બજાજ ફાઇનાન્સ ૧.૧૪%, ટાઇટન ૦.૯૮%, ઇન્ફોસિસ ૦.૯૮%, ઇન્ડસઇન્ડ બેંક ૦.૯૫%, NTPC ૦.૯૪%, HCL ટેક ૦.૯૨%, TCS ૦.૮૮%, ટેક મહિન્દ્રા ૦.૮૪%, એશિયન પેઇન્ટ્સના શેર ૦.૭૯%ના વધારા સાથે બંધ થયો છે.
આ સાથે HDFC બેંકના શેર ૦.૬૧%, SBI ૦.૫૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૫૪%, ICICI બેંક ૦.૫૧%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૨૮%, મારુતિ સુઝુકી ૦.૨૨% અને ટાટા મોટર્સના શેર ૦.૦૬%ના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ભારતી એરટેલના શેર ૦.૧૯ ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.