Last Updated on by Sampurna Samachar
૫૦ માંથી ૨૦ કંપનીઓના શેરો તેજી સાથે બંધ થઈ
સેન્સેક્સ ૭.૫૧ પોઈન્ટ ઘટીને ૭૪,૩૩૨.૫૮ પર બંધ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સપાટ રહી છે. કારોબાર શરૂ થયા પછી બજારમાં ઘણી અસ્થિરતા જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન બજાર ઘણી વખત લીલાથી લાલ અને લાલથી લીલા નિશાન તરફ ગયું. જોકે, લાંબા સમય સુધી ગ્રીન ઝોનમાં રહેવા છતાં, ભારતીય બજાર રેડ ઝોનમાં સમાપ્ત થયું અને ફ્લેટ બંધ થયું.
આજે BSE સેન્સેક્સ ૭.૫૧ પોઈન્ટ (૦.૦૧%) ઘટીને ૭૪,૩૩૨.૫૮ પર બંધ થયો. જ્યારે NSE નો નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૭.૮૦ પોઈન્ટ (૦.૦૩%) ના નજીવા વધારા સાથે ૨૨,૫૫૨.૫૦ પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે બજાર સારા વધારા સાથે બંધ થયું હતું. આ બે દિવસમાં રિકવરીમાં સેન્સેક્સે ૧૩૫૦.૧૬ પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો છે અને નિફ્ટી ૫૦ એ ૪૬૨.૦૫ પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો છે.
બજાર નફા કરતાં નુકસાન વધારે રહ્યું
સેન્સેક્સ ૩૦ માંથી ૧૩ કંપનીઓના શેરોમાં વધારા બંધ થયો અને ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે બંધ થયા. ત્યારે બીજી બાજુ નિફ્ટી ૫૦ ની ૫૦ માંથી ૨૦ કંપનીઓના શેરો તેજી સાથે બંધ થઈ અને ૩૦ ક કંપનીના શેર નુકસાન સાથે બંધ થઈ. આનો અર્થ એવો થાય છે કે બજાર નફા કરતાં નુકસાન વધારે રહ્યું. આજે સેન્સેક્સની કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ૩.૧૮% વધારા સાથે બંધ થયો. જ્યારે ઝોમેટોના શેર સૌથી વધારે ૩.૮૨% ના ઘટાડા સાથે બંધ થયો.
આ સિવાય આજે સેન્સેક્સ કંપનીઓમાં સામેલ નેસ્લે ઇન્ડિયાના શેર ૧.૬૨%, ટાટા મોટર્સ ૧.૩૬%, અદાણી પોર્ટ્સ ૦.૮૧%, ટાટા સ્ટીલ ૦.૮૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૭%, કોટક મહિન્દ્રા બેંક ૦.૬૭%, એક્સિસ બેંક ૦.૪૯%, TCS ૦.૩૨%, ભારતી એરટેલ ૦.૨૮%, મારુતિ સુઝુકી ૦.૧૨%, SBI ૦.૧૧% અને એશિયન પેઇન્ટ્સના શેર ૦.૦૯% ના વધારા સાથે બંધ થયા. બીજી તરફ, ઇન્ડસઇન્ડ બેંકના શેર ૩.૫૩%, NTPC ૨.૪૯% , ઇન્ફોસિસ ૧.૬૦%, HCL ટેક ૧.૫૫% , ટાઇટન ૧.૨૮%, પાવર ગ્રીડ ૧.૨૪%, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૭૧% ઘટીને બંધ થયા. આ સાથે ટેક મહિન્દ્રા, ITC , લાર્સન એન્ડ ટુબ્રો, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ICICI બેંક, બજાજ ફિનસર્વ, HDFC બેંક અને બજાજ ફાઇનાન્સના શેર પણ નુકસાન સાથે બંધ થયા.