Last Updated on by Sampurna Samachar
ભારતીય રૂપિયો ૮૫.૬૮ પ્રતિ ડોલર પર બંધ થયો
ONGC , એશિયન પેઇન્ટ્સના શેરો ટોપ ગેયરમાં જોવા મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી પર ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, ટ્રેન્ટ, ONGC , એશિયન પેઇન્ટ્સના શેરો ટોપ ગેયરમાં જોવા મળ્યા હતા. જ્યારે મારુતિ સુઝુકી, હિન્ડાલ્કો, બજાજ ફાઇનાન્સ, NTPC , ટાટા મોટર્સના શેર ટોચના ઘટાડાની યાદીમાં સામેલ થયા હતા.
BSE પર સેન્સેક્સ ૩૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭,૦૪૪.૬૫ પર બંધ થયો હતો. NSE પર નિફ્ટી ૦.૪૫ ટકાના વધારા સાથે ૨૩,૪૩૩.૬૫ પર બંધ થયો હતો. IT , ઓટો સિવાય અન્ય તમામ સૂચકાંકો લીલા નિશાન પર ટ્રેડ થયા હતા. જેમાં મીડિયા, PSU બેંકો, તેલ અને ગેસ કંપનીઓના શેર ૧-૨ ટકા વધ્યા હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં ૦.૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું
ત્યારે ભારતીય રૂપિયો ૮૫.૬૮ પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જે ૮૫.૭૭ના બંધ થયો હતો. છેલ્લા બે સત્રોમાં બેન્ચમાર્ક સૂચકાંકોમાં લગભગ ૪ ટકાનો વધારો થયો છે, જેના કારણે ૨ એપ્રિલના રોજ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફની જાહેરાત કર્યા પછી સેન્સેક્સને મહિનાના પ્રારંભિક નુકસાનને પુન:પ્રાપ્ત કરવામાં મદદ મળી છે.
ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ ૧૦૪ પોઈન્ટ ઘટીને ૭૬,૬૩૦.૨૨ પર ખુલ્યો હતો. તે જ સમયે NSE પર નિફ્ટી ૦.૧૫ ટકાના ઘટાડા સાથે ૨૩,૨૯૩.૩૫ પર ખુલ્યો હતો.