Last Updated on by Sampurna Samachar
કેરળમાં સરકારી નર્સિંગ કોલેજમાં બની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળના તિરુવનંતપુરમમાં કરિયાવટ્ટોમ સ્થિત સરકારી કોલેજમાં જુનિયર વિદ્યાર્થી પર રેગિંગ કરતાં સાત વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીડિત વિદ્યાર્થીનું રેગિંગ કરી તેને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. પોલીસે પીડિત વિદ્યાર્થીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી છે. રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીના પિતાએ જણાવ્યા અનુસાર, પીડિત વિદ્યાર્થીને રેગિંગના કારણે ગંભીર ઈજાઓ થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે. મિત્રો વચ્ચે ઝઘડો થયા બાદ તેનું રેગિંગ કરી તેના ઉપર ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો હતો.
પીડિતના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે હું અને મારો મિત્ર અભિષેક કેમ્પસમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક સિનિયર્સનું ટોળુ અમારી પાસે આવ્યું અને અમને રોક્યા. બાદમાં મને માર મારવાનું ચાલુ કર્યું. બાદમાં તેઓએ મને રૂમમાં બંધ કરી દીધો, મારો શર્ટ કાઢી નાખ્યો અને માર માર્યો. મારો મિત્ર ગમે-તેમ કરીને ત્યાંથી ભાગી ગયો અને પ્રિન્સિપાલને જાણ કરી.
આ ઘટના ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળની કોલેજમાં બની હતી. તેથી આવી પ્રવૃતિઓ સામે પગલાં લેવાની જવાબદારી પણ તેની છે. એન્ટિ-રેગિંગ સેલ દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો અને કથિત વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
શિક્ષણ નિયામક કચેરીએ જણાવ્યું કે, ‘અમે કેમ્પસમાં રેગિંગ પ્રવૃત્તિઓને રોકવા માટે રાજ્ય સ્તરીય એન્ટિ-રેગિંગ સેલ બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ. અત્યારે, અમારી પાસે માત્ર ૩-સ્તરની સિસ્ટમ છે, અમારી પાસે કૉલેજ સ્તરે, યુનિવર્સિટી સ્તરે અને એન્ટિ-રેગિંગ સેલ છે. હવે, કેમ્પસમાં કેટલીક રેગિંગની ઘટનાઓ બની રહી છે. તેથી, અમે એન્ટી-રેગિંગ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સ્તરીય સેલ બનાવવાનું નક્કી કર્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં પોલીસે ૧૨ ફેબ્રુઆરીએ કોટ્ટાયમ સરકારી નર્સિંગ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓને રેગિંગ કરવા બદલ કોલેજના પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી.