Last Updated on by Sampurna Samachar
પૂરનના પત્ની IAS અધિકારી જાપાનમાં ફરજ પર
વાય.એસ. પુરને ચંદીગઢના સેક્ટર ૧૧માં ગોળી મારી જીવન ટુંકાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણાના વરિષ્ઠ પોલીસ અધિકારી અને વર્તમાન એડીજીપી પદ પર તૈનાત વાય.એસ. પુરને ચંદીગઢના સેક્ટર ૧૧માં પોતાને જ ગોળી મારી આપઘાત કર્યો હોવાની માહિતી છે. પૂરનના પત્ની પણ એક IAS અધિકારી છે. તેઓ હાલ મુખ્યમંત્રી મનોહર લાલ સૈનીવાની સાથે જાપાનમાં ફરજ પર હતાં. પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યા પ્રમાણે, તેમની પત્ની IAS અધિકારી છે. અને તે હાલ જાપાનમાં મુખ્યમંત્રી નાયબ સૈની સાથે ફરજ પર છે. વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યું હતું. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ ઘટનાસ્થળ અને સીસીટીવી ફુટેજની તપાસ હાથ ધરી છે.
પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી
હરિયાણાની ૨૦૦૧ની બેચના IPS અધિકારી વાય.એસ. પૂરન પોતાની પ્રમાણિકતા માટે પ્રચલિત હતા. હાલ તેમના આપઘાત પાછળનું કારણ જાણી શકાયુ નથી. સંભવિત તમામ મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.