Last Updated on by Sampurna Samachar
વહેલી સવારે એરબેઝ પહોંચી સૈનિકોને પ્રોત્સાહન પુરુ પાડ્યું
PM મોદીએ સૈનિકો સાથેની મુલાકાતને લઇ કરી પોસ્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા સતત આ અફવા ફેલાવવામાં આવી રહી હતી કે તેણે ભારતના આદમપુર એરબેઝ પર હુમલો કર્યો છે. તેને મોટું નુકસાન થયું છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે આદમપુર એરબેઝ પર પહોંચી પાકિસ્તાનને સંદેશ આપ્યો હતો. ઓપરેશન સિંદૂર પછી, આદમપુરમાં સૈનિકોને પ્રોત્સાહન આપતા PM મોદીની આ તસવીર અને તેમના ઉત્સાહ હવે પાકિસ્તાન (PAKISTHAN) ને મિસાઇલ કરતાં વધુ નુકસાન પહોંચાડશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ” PM મોદી વહેલી સવારે આદમપુર એરબેઝ ગયા હતા. તેમણે આપણા બહાદુર સૈનિકો સાથે પણ વાતચીત કરી હતી.” મોદીની આ મુલાકાત ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષ બાદ થઈ રહી છે. ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાડોશી દેશમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય હુમલાઓ બાદ આ સંઘર્ષ શરૂ થયો હતો.
ભારતીય સેનાની બહાદુરી વિશે વાત કરી
PM મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પણ શેર કરી છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું , ” સવારે મેં AFS આદમપુરની મુલાકાત લીધી અને આપણા બહાદુર વાયુસેના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા. હિંમત, દૃઢનિશ્ચય અને ર્નિભયતાનું પ્રતીક એવા લોકો સાથે રહેવું ખૂબ જ ખાસ અનુભવ હતો.
ભારત આપણા સશસ્ત્ર દળોનો આપણા દેશ માટે જે કંઈ કરે છે તેના માટે હંમેશા આભારી રહેશે.” ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને ભારતીય સેનાની બહાદુરી વિશે વાત કરી હતી. આ દરમિયાન PM મોદીએ ઓપરેશન સિંદૂર વિશે પણ વાત કરી અને કહ્યું કે “ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ખૂબ જ નિરાશ, હતાશ થયું હતું, અને આ હતાશામાં તેણે વધુ એક હિંમત કરી.
આતંકવાદ સામે ભારતની કાર્યવાહીને સમર્થન આપવાને બદલે, પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાને આપણી શાળાઓ-કોલેજો, ગુરુદ્વારા, મંદિરો, સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા, પાકિસ્તાને આપણા લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, પરંતુ આમાં પણ પાકિસ્તાન પોતે જ ખુલ્લું પડી ગયું”.