Last Updated on by Sampurna Samachar
એશિયા કપની સાથે ટુર્નામેન્ટના એવોર્ડ જીત્યા
શિવમ દુબેને ગેમ ચેન્જર ઓફ ધ મેચ જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવ્યું અને ૯મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો. ભારતે માત્ર એશિયા કપનો ખિતાબ જ નહીં પરંતુ તમામ ટુર્નામેન્ટના એવોર્ડ પણ જીત્યા. એશિયા કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીતના હીરો તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. તિલક વર્માએ ૫૩ બોલમાં ૬૯ રનની અણનમ મેચ-વિનિંગ ઇનિંગ રમી.
એશિયા કપ ફાઇનલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શિવમ દુબેને ગેમ ચેન્જર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. શિવમે ૨૨ બોલમાં ૩૩ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી અને ટીમ ઇન્ડિયાને વિજયની નજીક લાવી. ફાઇનલમાં સૌથી વધુ છગ્ગા મારવા બદલ તિલક વર્માને મોસ્ટ સિક્સિસનો એવોર્ડ પણ મળ્યો. પાકિસ્તાન સામેની ફાઇનલમાં તિલકને ચાર સિક્સ ફટકારી હતી.
કુલદીપે એશિયા કપ ૨૦૨૫માં સૌથી વધુ વિકેટ લીધી
અભિષેક શર્માને એશિયા કપ ૨૦૨૫ માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો. અભિષેક એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. અભિષેકે ૭ મેચમાં ૪૪.૮૫ની સરેરાશથી ૩૧૪ રન બનાવ્યા. અભિષેકને ૧૫,૦૦૦ યુએસ ડોલર અને એક એસયુવી પણ મળી. કુલદીપ યાદવને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર કરવામાં આવ્યો. કુલદીપે એશિયા કપ ૨૦૨૫માં સૌથી વધુ વિકેટ લીધી. આ ભારતીય બોલરે ૭ મેચમાં ૧૭ વિકેટ લીધી.