જુઓ અમદાવાદમાં પહેલાં ક્યારે વિમાન દુર્ઘટના થઇ ?

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભારતમાં વર્ષ ૧૯૭૨ થી લઈને વર્ષ ૨૦૨૫ સુધી પ્લેન ક્રેશની ઘટના

આવી કુલ ૧૦ ઘટનાઓ બની

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના દર્દનીય છે. એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર એરપોર્ટ પરથી ટેકઓફ થતાની સાથે જ થોડીક જ સેકન્ડ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં કુલ ૨૪૨ લોકોમાં ૧૬૯ ભારતીય મુસાફરો, ૫૩ બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને ૧૨ ક્રૂ મેમ્બર સવાર હતા.

વિમાન મેઘાણીનગર સ્થિત ધડાકાભેર એક બિલ્ડિંગને અથડાયા બાદ ફ્લાઈટમાં ભયાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં ફ્લાઈટના એન્જીનમાં ટેકનીકલ ખામી હોવાનું અને ફ્લાઈટના પાછળના ભાગે કોઈક વસ્તુ અથડાઈ હોવાની વિગતો જાણવામાં મળી છે.

સામાન્ય ભૂલ કરતા મોટી દુર્ઘટના બની

અમદાવાદમાં બનેલી આ ઘટનાએ ફરી ભારતમાં વિમાનોની સુરક્ષા પર સવાલ ઉભી કરી દીધા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, સૌથી વધુ ઘટના ટેકઓફ અને લેન્ડિંગ વખતે બને છે. એવિએશન સેફ્ટીના આંકડા અનુસાર વર્ષ ૨૦૨૩માં વિશ્વભરમાં વિમાન દુર્ઘટનાની કુલ ૧૦૯ ઘટના બની છે, જેમાં ૩૭ ઘટના ટેકઓફ વખતે થઈ છે. આવી ઘટનાઓ હંમેશા ટેકનીકલ ખરાબી, માનવીય ભૂલ અથવા ખરાબ હવામાનને કારણે બને છે. ભારતમાં વર્ષ ૧૯૭૨થી લઈને વર્ષ ૨૦૨૫ સુધીમાં આવી કુલ ૧૦ ઘટનાઓ બની છે.

૧૪/૦૬/૧૯૭૨ – દિલ્હી એરપોર્ટ પાસે વિમાન ક્રેશ, ૮૨ના મોત : વર્ષ ૧૯૭૨માં જાપાન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-૪૧૭ નવી દિલ્હી પાસેના પાલન એરપોર્ટ પર લેન્ડ થવાની હતી, જોકે તે એરપોર્ટ પાસે જ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં ૮૨ લોકોના મોત થયા હતા. જ્યાં પ્લેન ક્રેશ થયું, ત્યાં ઉભેલા ત્રણ નાગરિકોના પણ મોત થયા હતા. જાપાને ઘટનાનું કારણ ‘ફૉલ્સ ગ્લાઈડ પાથ સિગ્નલ’ હોવાનું કહ્યું હતું. જ્યારે ભારતે લેટડાઉન પ્રક્રિયાને અવગણવાનું કારણ ગણાવ્યું હતું.

૩૧/૦૫/૧૯૭૩ – દિલ્હીના પાલમ એરપોર્ટ પાસે પ્લેન ક્રેશ, ૬૫ના મોત : વર્ષ ૧૯૭૩માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ  નંબર-૪૪૦ નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી. આ દરમિયાન પાયલોટે લેન્ડિંગ વખતે સામાન્ય ભૂલ કરતા મોટી દુર્ઘટના બની હતી અને પ્લેન પાલન એરપોર્ટ પર જ ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં ૬૫ મુસાફરો સવાર હતા, જેમાંથી ૪૮ મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો.

૧૨/૧૦/૧૯૭૬ – મુંબઈમાં વિમાનનું એન્જીન ફેલ, ૯૫ના મોત : વર્ષ ૧૯૭૬માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-૧૭૧નું એન્જીન અચાનક ફેલ થઈ ગયું હતું, જેના કારણે ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ ઘટના મુંબઈમાં બની હતી, જેમાં વિમાનમાં સવાર તમામ ૯૫ મુસાફરોના મોત થયા હતા.

૦૧/૦૧/૧૯૭૮ – મુંબઈની અરબી સમુદ્રમાં પ્લેન ક્રેશ, ૨૧૩ના મોત : મુંબઈના એરપોર્ટ પરથી એર ઈન્ડિયાનું બોઈંગ ૭૪૭ એટલે કે ફ્લાઈટ નંબર-૮૫૫ ટેકઓફ થયું હતું, તેની થોડી ક જ મિનિટોમાં પ્લેન મુંબઈના અરબી સમુદ્રમાં જઈને ક્રેશ થયું હતું. આ ઘટનામાં કુલ ૨૧૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશ થવાનું કારણ પાયલટની ભૂલ અને ઉપકરણોમાં ખરાબી હોવાની વિગતો સામે આવી હતી.

૧૯/૧૦/૧૯૮૮ – અમદાવાદના એરપોર્ટથી બે કિમી દૂર પ્લેન ક્રેશ, ૧૩૫ના મોત : અમદાવાદમાં અગાઉ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર IC -૧૧૩ ક્રેશ થઈ હતી. આ ફ્લાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી બે કિલોમીટર દૂર ક્રેશ થઈ હતી. વિમાનમાં ૧૩૫ લોકો સવાર હતા, જેમાંથી ૧૩૩ ના મોત થયા હતા. માત્ર બે લોકોનો જીવ બચ્યો હતો.

૧૨/૧૧/૧૯૯૬ – બે વિમાનો સામસામે અથડાતા ૩૪૯ લોકોના મોત : વર્ષ ૧૯૯૬માં ભારતના ઈતિહાસની સૌથી મોટી ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. સાઉદી અરેબિયન એરલાઇન્સ અને કઝાકિસ્તાન એરલાઇન્સની ફ્લાઈટો આકાશમાં જ સામ-સામે અથડાઈ હતી. આ ઘટનામાં ૩૪૯ લોકોના મોત થયા હતા. આ ઘટના વિશ્વના સૌથી મોટા વિમાન દુર્ઘટનાઓમાંથી એક છે.

૧૭/૦૭/૨૦૦૦ – પટણા એરપોર્ટ, ૬૦ લોકોના મોત : વર્ષ ૨૦૦૦માં એલાઈન્સ એરની ફ્લાઈટ નંબર-૭૪૧૨ લેન્ડિંગ વખતે પટણાના એરપોર્ટ પર ક્રેશ થઈ ઘઈ હતી. પાઇલટે ફ્લાઈટ પર કાબુ ગુમાવવાના કારણે આ ઘટના બની હતી, જેમાં ૬૦ લોકોના મોત થયા હતા.

૨૨/૦૫/૨૦૧૦ – કર્ણાટક એરપોર્ટ પર ફ્લાઈટ રન-વે પર લપસી જતા ક્રેશ, ૧૫૮ના મોત : એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટ નંબર -૮૧૨ કર્ણાટકના મંગલૌર એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી, ત્યારે તે રન-વે પર લપસી જતા મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં ૧૫૮ લોકોના મોત થયા હતા. આ અકસ્માત ભારે વરસાદ અને રન-વેની સ્થિતિના કારણે થયો હોવાનું મનાય છે.

૦૭/૦૮/૨૦૨૦ – કોઝીકોડમાં પ્લેન દુર્ઘટના, ૧૮ના મોત : એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર ૈંઠ-૧૩૪૪ વંદે ભારત મિશનનો એક ભાગ હતી. ફ્લાઈટના પાયલોટે કેરળના કોઝીકોડમાં ભારે વરસાદ વચ્ચે એરપોર્ટના રન-વે પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ફ્લાઈટ લપસી ગઈ હતી, જેના કારણે બે પાયલોટ સહિત ૧૮ લોકોના મોત થયા હતા.

૨૮/૦૧/૨૦૨૩ – મધ્યપ્રદેશમાં બે વિમાનો અથડાયા હતા : વર્ષ ૨૦૨૩માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બે ફાઈટર જેટ્સ સુખોઈ અને મિરાજ-૨૦૦૦ આકાશમાં જ સામસામે અથડાયા હતા. જેમાં એક પાયલોટનું મોત થયું હતું.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.