Last Updated on by Sampurna Samachar
નાણામંત્રીએ રજૂ કર્યુ કેન્દ્રીય બજેટ ૨૦૨૬
કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં બજેટ ૨૦૨૬ રજૂ કર્યું છે. પોતાના કાર્યકાળનું સતત ૯ મું બજેટ ભાષણ વાંચતા તેમણે અનેક મોટી જાહેરાતો કરી છે. સરકારે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે, જેનો અર્થ છે કે તે વસ્તુઓ હવે સસ્તી થશે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે લોકસભામાં રજૂ કરેલા દેશના કેન્દ્રીય બજેટમાં તેમણે ખાસ કરીને એવી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની વાત કરી છે જેનું ઉત્પાદન ભારતમાં થાય છે. સીતારમણે જણાવ્યું કે લેધર અને ટેક્સટાઇલની નિકાસ હવે ડ્યુટી ફ્રી થશે. આ ઉપરાંત, સંરક્ષણ ક્ષેત્રે પણ બેઝિક કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવામાં આવશે.
આ વસ્તુઓ થશે સસ્તી:
દવાઓ: કેન્સર અને શુગરની ૧૭ દવાઓ હવે ડ્યુટી ફ્રી થશે.
ડિજિટલ ગેજેટ્સ: મોબાઈલ બેટરી અને લિથિયમ આયન સેલ સસ્તા થશે.
પહેરવેશ: કપડાં, લેધર આઈટમ્સ અને સિન્થેટિક ફૂટવેર (પગરખાં).
ઘરવપરાશ: માઇક્રોવેવ ઓવન અને મિશ્ર ગેસ (CNG).
ગ્રીન એનર્જી: સોલર ગ્લાસ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV).
પ્રવાસ: વિદેશ પ્રવાસ અને વિમાનનું ઈંધણ (ATF) સસ્તું થઈ શકે છે.
આ ઉપરાંત માઈક્રોવેવ ઓવન, સીએનજી-બાયોગેસ, કેન્સર સંબંધિત ૧૭ દવાઓ, ડાયાબિટિસની દવાઓ, ૭ ગંભીર રોગોની દવાઓ, જૂતા, સોલર એનર્જી સંબંધિત વસ્તુઓ, ચામડાની વસ્તુઓ, મોબાઈલ બેટરી, કાપડ, વિમાનના સ્પેર પાર્ટ્સ.
આ વસ્તુઓ થશે મોંઘી:
કેટલાક સેક્ટરમાં કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દારૂ, સ્ક્રેપ, ખનિજ પદાર્થો મોંઘા થશે.