Last Updated on by Sampurna Samachar
અભિનેતા અજય દેવગણ અને ટાઈગર શ્રોફ હાજર રહ્યા
નેતા-અભિનેતા પર ભડક્યા ફેન્સ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફૂટબોલનો મહાન મેસીનો કોલકાતા અને હૈદરાબાદમાં વિવિધ કાર્યક્રમ યોજાયા બાદ મેસી મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેસીના સન્માનમાં ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો હતો. હજારોની સંખ્યામાં ફૂટબોલ ફેન્સ કાર્યક્રમમાં ભાગ લેવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. મેસીની એન્ટ્રી થતાં જ આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું હતું.

મેસીએ ભારતના મહાન ફૂટબોલર સુનિલ છેત્રી તથા મહાન ક્રિકેટર સુનિલ તેંડુલકર સાથે મુલાકાત કરી.લિયોનેલ મેસીએ સુનિલ છેત્રીને વર્લ્ડકપ ફૂટબોલ ટીશર્ટ ભેટમાં આપી હતી. જે બાદ સુનિલે મેસી સાથે એક સેલ્ફી પણ લીધી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મેસીનું સ્વાગત કર્યું. અભિનેતા અજય દેવગણ અને ટાઈગર શ્રોફ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા અને મેસી સાથે મુલાકાત કરી હતી.
મુંબઇ કાર્યક્રમાં અજીબો ગરીબ કિસ્સો બન્યો
વાત કરીએ તો ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરે મેસી સાથે મુલાકાત કરીને તેને વર્લ્ડકપની ટીમ ઈન્ડિયાની ક્રિકેટ જર્સી ભેટમાં આપી હતી. બીજી તરફ મુંબઈના કાર્યક્રમમાં એક અજીબ ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
લિયોનલ મેસીના સન્માન દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં બૉલીવુડના અભિનેતા અજય દેવગણ, ટાઈગર શ્રોફ તેમજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મંચ પર બોલાવવામાં આવ્યા હતા. પણ આ દરમિયાન હાજર લોકોએ હૂટિંગ શરૂ કરી દીધું હતું.
કારણ કે મેસીના સન્માન કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અભિનેતા અજય દેવગણ, ટાઈગર શ્રોફનું પણ સન્માન કર્યું હતું જેથી ચાહકો નારાજ થઈ ગયા હતા. અને જોરશોરથી બૂમાબૂમ કરી વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ સ્થિતિ પારખી ગયેલા મુખ્યમંત્રીએ ગણપતિ બાપ્પા મોરયા કહી લોકોને શાંત કર્યા હતા.
જણાવી દઈએ કે ટાઈગર શ્રોફને યુવા આઈકન બતાવવામાં આવ્યો હતો અને અજય દેવગણને ફિલ્મ મેદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. પણ હાજર દર્શકોએ તેમનું સ્વાગત ન કરતાં હૂટિંગ કર્યું હતું જે પછી બંને મેસીની પાસે જઈ ઊભા રહ્યા હતા. બાદમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું ભાષણ શરૂ થયું હતું. જેમાં હૂટિંગને ઢાંકવા ગણપતિ બાપ્પા મોરિયાનો સહારો લેવામાં આવ્યો હતો.