Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસ લીડરશીપ અને ભારતના યુવાઓ વચ્ચે ડિસકનેક્ટ વધ્યું
અમિત શાહ અને રાહુલ ગાંધીની જોરદાર ડિબેટની ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
એકબાજુ જ્યાં સંસદમાં અમિત શાહ ફજી રાહુલ ગાંધીની જોરદાર ડિબેટ અને નોકઝોંકની ચર્ચા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર જ નેતૃત્વ અંગે સવાલ ઉઠ્યા છે. એક વરિષ્ઠ મુસ્લિમ નેતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ ખોટા હાથમાં છે.

ઓડિશાના વરિષ્ઠ નેતા મોહમ્મદ મોકિમે પાર્ટીને ફરીથી મજબૂતી સાથે ઊભી કરવા માટે માળખાગત, સંગઠનાત્મક અને વૈચારિક ફેરફારની માંગણી કરી છે. સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કટક બારામતીના પૂર્વ વિધાયકે કહ્યું કે આપણી લીડરશીપ યોગ્ય નથી. આ કારણે ટોપ લીડરશીપ કાર્યકરોથી દૂર થઈ ચૂકી છે અને યુવાઓ સાથે જોડાઈ શકતી નથી જેનાથી કોંગ્રેસને ભારે નુક્સાન થયું છે.
પરિણામ આખા દેશમાં જોવા મળી રહ્યા
મોકિમે કહ્યું કે ૮૩ વર્ષના મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં પાર્ટી યુવાઓ સાથે કનેક્ટ થઈ શકતી નથી. આવામાં કોંગ્રેસ લીડરશીપ અને ભારતના યુવાઓ વચ્ચે ડિસકનેક્ટ વધી રહ્યું છે. કોઈ તાલમેળ નથી. મુસ્લિમ નેતાએ વધુમાં કહ્યું કે તેઓ ત્રણ વર્ષ સુધી રાહુલ ગાંધીને મળવાની કોશિશ કરતા રહ્યા પરંતુ મળી શક્યા નહીં. મોકિમે કહ્યું કે જ્યારે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના સમયમાં નેતાઓને પ્રોત્સાહિત કરાતા હતા. તેમની વાત સાંભળવામાં આવતી હતી અને તેમને મહત્વ અપાતું હતું.
તેમણે વધુમાં કહ્યું કે અનેક રાજ્યોમાં પાર્ટીની ચૂંટણી હાર પાછળ ગાઢ સંગઠનાત્મક જોડાણની કમી ખલી રહી છે. તેમણે કહ્યું કે ખોટા ફેંસલાઓની આખી શ્રેણી છે. લીડરશીપની ચોઈસ પણ ઠીક નથી અને ખોટા હાથોમાં સતત કમાન રહેવાથી પાર્ટીને અંદરથી નબળી કરાઈ રહી છે. આ ભૂલોને સુધારવાની જગ્યાએ આપણે તેને દોહરાવતા જોઈ રહ્યા છીએ અને તેના પરિણામ આખા દેશમાં જોવા મળી રહ્યા છે.
મુસ્લિમ નેતાએ ખુલીને લખ્યું કે દેશભરમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ભાઈ-ભત્રીજાવાદ, આંતરિક લોબિંગ અને ઓળખની કમીના કારણે નિરાશા મહેસૂસ કરી રહ્યાં છે. મોકિમે કહ્યું કે આ કારણે અનેક લોકોએ પાર્ટી છોડી છે. કેટલાક એવા પણ છે જે વિચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ ફક્ત વ્યક્તિઓનું નુક્સાન નથી પરંતુ તે સંસ્થાગત બુદ્ધિમાની અને અનુભવનું નુકસાન છે.