Last Updated on by Sampurna Samachar
રવિન્દ્ર જાડેજા ટોચના ૧૦ બોલરોમાં સામેલ
ભારતીય કેપ્ટન રોહિત શર્માને ફાયદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ડિયન પ્રીમિયર લીગ (ICC) એ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ૭૬ રનની મેચ વિનિંગ ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન રોહિત શર્માને રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. શુભમન ગિલે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, વિરાટ કોહલીને રેન્કિંગમાં નુકસાન થયું છે. સ્પિન બોલર કુલદીપ યાદવે પણ છલાંગ લગાવી છે અને રવિન્દ્ર જાડેજા પણ ટોચના ૧૦ બોલરોમાં સામેલ થઈ ગયો છે.
શુભમન ગિલે ૭૮૪ રેટિંગ પોઈન્ટ સાથે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ ૭૭૦ રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. રોહિત શર્મા બે સ્થાન ઉપર આવીને પાંચમા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેને ફાઇનલમાં ૭૬ રનની ઇનિંગ રમવાનો ફાયદો મળ્યો હતો. આ ઇનિંગ માટે તેને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
કોહલીએ ICC રન્કિંગમાં એક સ્થાન ગુમાવ્યું
વિરાટ કોહલી ચોથા સ્થાનથી પાંચમા સ્થાને સરકી ગયો છે. તેના ૭૩૬ રેટિંગ પોઈન્ટ છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવને પણ ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ૬૫૦ રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અગાઉ તે છઠ્ઠા સ્થાને હતો.
રવિન્દ્ર જાડેજા ૩ સ્થાન ઉપર આવીને ટોચના ૧૦ બોલરોમાં સામેલ થયા છે. પહેલા તે ૧૩મા નંબરે હતો. હવે તે ૬૧૬ રેટિંગ પોઈન્ટ સાથે ૧૦મા સ્થાને આવી ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્પિનર વરુણ ચક્રવર્તીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેને ICC રેન્કિંગમાં પણ સતત આનો ફાયદો મળ્યો છે. અગાઉ તે ૧૪૦થી વધુ સ્થાન ઉપર આવ્યો હતો, હવે લેટેસ્ટ રેન્કિંગમાં તેને ૧૬ સ્થાનનો ફાયદો થયો છે.
ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ધમાકેદાર પૂર્ણાહુતિ બાદ ટુર્નામેન્ટની સવર્શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. આ ટીમમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જાેવા મળ્યો છે, જેમાં કુલ પાંચ ભારતીય ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. જોકે, ક્રિકેટ જગતને ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમોના એક પણ ખેલાડીને આ સવર્શ્રેષ્ઠ ટીમમાં સ્થાન મળ્યું નથી.