Last Updated on by Sampurna Samachar
દુષ્કર્મીને મારશો નહીં, તેના હાથ-પગ તોડી નાખો
કાયદો હોવા છતાં આવી ઘટનાઓ કેમ બને તે એક સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ મહિલાઓ સાથે દુષ્કર્મ અને છેડતીના વધી રહેલા મામલાઓને લઈને મોટી ટિપ્પણી કરી છે. તીખી પ્રતિક્રિયા આપતા રાજ્યપાલે કહ્યું કે જેઓ મહિલાઓની છેડતી કરે છે તેમને માર મારવો જોઈએ અને જેઓ દુષ્કર્મ આચરે છે તેમને છોડી દેવા ન જોઈએ, તો જ આવા ગુનાઓ ઘટશે.
રાજ્યપાલે દુષ્કર્મની વધતી ઘટનાઓને લઈને ભરતપુર જિલ્લા બાર એસોસિએશનના શપથ ગ્રહણ સમારોહમાં મંચ પરથી આ વાત કહી. કહ્યું કે, “જ્યારે શિવાજી મહારાજ મહારાષ્ટ્ર શાસન કરતા હતા, ત્યારે એક પટેલ ગામના વડા હતા. તેણે દુષ્કર્મ આચર્યુ હતુ. આ પછી શિવાજી મહારાજે આદેશ જારી કર્યો. તેણે કહ્યું કે દુષ્કર્મીને મારશો નહીં, તેના હાથ-પગ તોડી નાખો. તે મૃત્યુ સુધી આમ જ રહ્યા.”
દુષ્કર્મીઓને લઇ કડક કાયદો બનવો જોઇએ
રાજ્યપાલે કહ્યું કે જ્યારે મહિલાઓ પર અત્યાચાર થાય છે ત્યારે લોકો વીડિયો બનાવે છે. આ યોગ્ય નથી. જો કોઈ સ્ત્રીની છેડતી થાય તો તે પુરુષને પકડો. તે માણસ છે, તમે પણ માણસ છો અને તમારી સાથે ૨ થી ૪ લોકો આવશે. જ્યાં સુધી આ માનસિકતા આપણા મનમાં નહીં આવે કે આપણે ઘટનાસ્થળે જઈને છેડતી કરનાર કે બળાત્કાર કરનારને અટકાવીએ અને તેને માર મારવો જોઈએ, ત્યાં સુધી આ ગુનાઓ અટકવાના નથી.
તેમણે કહ્યું કે ગુનેગારોને કાયદાનો ડર લાગે છે કે નહીં તે ખબર નથી. પરંતુ જો કોઈ ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકની છેડતી કરે, અથવા દુષ્કર્મ આચરે તો તેની સજા મૃત્યુદંડ છે, તેમ છતાં આવા ગુનાઓ અટકતા નથી અને આવા કિસ્સાઓ દરરોજ સાંભળવા મળે છે. જે દર્શાવે છે કે ગુનેગારોમાં કાયદાનો ડર નથી. કાયદાના ડરથી શું કરવું, શું તમે કલ્પના કરી શકો છો ? તમે સૂચનો આપી શકો છો કે કાયદો હોવા છતાં આવી ઘટનાઓ કેમ બને છે ? આ વિચારવા જેવી વાત છે.