Last Updated on by Sampurna Samachar
Contents
પિંક બસ માત્ર મહિલાઓ માટે શરૂ કરવામાં આવી
મહિલા ડ્રાઈવરની શોધ ગત ૨૦ મહિનાથી કરવામાં આવી રહી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં હવે મહિલાઓ માટે ખાસ પિંક બસ દોડાવવામાં આવશે. ગુજરાતમાં સુરતની પ્રથમ BRTS બસ મહિલા ચલાવશે. મહિલા ડ્રાઈવરની શોધ ગત ૨૦ મહિનાથી કરવામાં આવી રહી હતી. જે બાદ આ મહિલા ડ્રાઇવર મળ્યા છે. ONGC કોલોનીથી સરથાણા નેચરપાર્ક સુધી આ પિંક બસ સેવા શરૂ કરવામાં આવી છે.

પિંક બસના ડ્રાઈવરને ઇન્દોરથી ખાસ બોલાવવામાં આવ્યા છે. ઈન્દોરના નિશા શર્મા ગુજરાતના પહેલા મહિલા બસ ડ્રાઇવર બન્યા છે. નિશા શર્મા ઇન્દોરમાં ૪ વર્ષથી BRTS બસ ચલાવી રહ્યા છે. નિશા શર્માને જોઈ સુરતની મહિલાઓને પ્રેરણા મળશે. પિંક બસ માત્ર મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે, જેને મહિલા ડ્રાઇવર જ ચલાવશે.