Last Updated on by Sampurna Samachar
૧૯ એપ્રિલની જગ્યાએ ૨૫ મી એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે
GPSC ના ચેરમેન હસમુખ પટેલે જાણકારી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. GPSC ની ભરતી પરીક્ષાની (GPSC EXAM ) તારીખમાં ફેરફાર કરાયો છે. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-૨ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે, ૧૯મી એપ્રિલની જગ્યાએ ૨૫મી એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. ૨૦ એપ્રિલે પરીક્ષા આપતા ઉમેદવારો પરીક્ષા સ્થળે પહોંચી શકે તે માટે ૧૯ એપ્રિલની પરીક્ષાની તારીખ બદલવી પડી હોવાનું GPSC ના ચેરમેન હસમુખ પટેલે જાણકારી આપી છે.
જાહેરાત ક્રમાંક ૮૧/૨૦૨૪-૨૫(મદદનીશ ઇજનેર, સિવિલ, વર્ગ-૨), ૧૧૧/૨૦૨૪-૨૫ (મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-૨, દિવ્યાંગો માટે) અને ૧૧૨/૨૦૨૪-૨૫ (નાયબ કાર્યપાલક ઇજનેર, વિદ્યુત, વર્ગ-૨)ની સંબંધિત વિષયની ૧૯/૦૪/૨૫ના બદલે ૨૫/૦૪/૨૫ના રોજ યોજવામાં આવશે.
તારીખ બદલવામાં પણ એક મોટી અડચણ
જાહેરાત ૮૧/૨૦૨૪-૨૫, ૧૧૧/૨૦૨૪-૨૫, ૧૧૨/૨૦૨૪-૨૫ના ઉમેદવારો જો તા ૨૦/૪/૨૫ ની વર્ગ-૧,૨ની પરીક્ષા આપતા હોય તો પરીક્ષા સ્થળે પહોંચી શકે તેને ધ્યાનમાં લઇ ઉપરોક્ત ભરતીઓની સંબંધિત વિષયની પરીક્ષાની તારીખ બદલવી પડી છે. તે પછીના રવિવારોએ અન્ય પરીક્ષાઓ હોઇ આ પરીક્ષા ચાલુ દિવસે રાખવી પડી છે. હસમુખ પટેલે ‘X‘ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘આયોગ ઘણી બધી પરીક્ષાઓ લેતું હોય પરીક્ષા ની તારીખ બદલવી ખૂબ જ મુશ્કેલ પડે છે.
છતાં પણ જ્યાં શક્ય હોય ત્યાં તારીખ બદલી ઉમેદવારોને દરેક પરીક્ષા આપવાની તક મળે તેવા પ્રયત્ન કરવામાં આવે છે. આને કારણે જ તા ૨૭/૪/૨૪ ની પરીક્ષાની તારીખ બદલી શકાઇ નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે તારીખ બદલવામાં આવે ત્યારે અન્ય રવિવારે બીજી પરીક્ષાઓ હોય એટલે રજાના દિવસે નવી તારીખ આપી શકાતી ન હોય રજા સિવાયના દિવસે પરીક્ષા ગોઠવવી પડે છે. જેના કારણે નોકરી કરતા ઉમેદવારને મુશ્કેલી પડે છે. તારીખ બદલવામાં આ પણ એક મોટી અડચણ છે.