ભાજપ શાસિત દિલ્હીની નવી સરકારનુ મોટુ બજેટ જુઓ …

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બાળકો , મહિલા અને યમુના સફાઇ સહિત અન્ય મોટી જાહેરાત કરાઇ

દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું થશે આયોજન

(સંપૂર્ણ સમાચાર સેવા)

દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ‘પર્યટન, કલા, ભાષા અને સંસ્કૃતિ માટે ૧૧૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ પાછલા બજેટ કરતાં બમણું છે. સોનિયા વિહારમાં બોટિંગ કરવામાં આવશે. નવી પેઢીને દિલ્હી સાથે જોડવા માટે ૨૫ કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેના માટે ૩૦ કરોડ રૂપિયાનું ભંડોળ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત પર્યટન સ્થળમાં શીશમહેલને સમાવવામાં આવશે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ‘બાળકોને જવાબદાર નાગરિક બનાવવા માટે ૧૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ૧૦૦ સરકારી શાળાઓમાં વિદેશી ભાષાઓ શીખવવામાં આવશે, આ માટે ૨૧ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ૧.૫ કરોડના ખર્ચે બાળકોને આર્ટ ઓફ લિવિંગ શીખવશે. ૭૦૦૦ વર્ગોને સ્માર્ટ વર્ગો બનાવવામાં આવશે.

યમુનાની સફાઈ માટે ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચાશે

ધોરણ ૧૦ થી ૧૧ સુધીના ૧૨૦૦ બાળકોને ૭.૫ કરોડ રૂપિયાના ખર્ચે લેપટોપ આપવામાં આવશે. ફાઉન્ડેશન પ્રોજેક્ટ માટે ૨૦ કરોડ રૂપિયા, ટેકનિકલ શિક્ષણ માટે ૬૧૮ કરોડ રૂપિયા, નરેલામાં શિક્ષણ કેન્દ્ર બનાવવા માટે ૫૦૦ કરોડ રૂપિયા અને ૨૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.‘

દિલ્હીના બજેટ (budget) માં મહિલાઓને સમાન વેતન આપવા માટે ૫૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. માતૃત્વ યોજના માટે ૨૧૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સમારકામ ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે, જેમાંથી ૨૫૦ કરોડ રૂપિયાનો ઉપયોગ જૂની લાઇનના સમારકામ માટે કરવામાં આવશે.

તેમજ નજફગઢ ડ્રેનના નવીનીકરણ માટે ૨૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ છે. મુનક કેનાલને ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઈપલાઈનમાં રૂપાંતરિત કરવામાં આવશે. હાલમાં, હરિયાણાથી ખુલ્લામાં પાણી આવે છે.

આ ઉપરાંત યમુનાની સફાઈ માટે ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૪૦ ડીસેન્ટરલાઈઝ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાશે,જેનાથી યુમાનની સફાઈ કરી શકાય.  ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક મશીનો લગાવવામાં આવશે. ભારત સરકાર પાસેથી ૨૦૦૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાય માંગવામાં આવી છે.

દિલ્હીમાં જાહેર પરિવહન માટે ૨૧૫૨ ઇલેક્ટ્રિક બસો છે. ૨૦૨૫-૨૬માં ૫૦૦૦ થી વધુ નવી ઈલેક્ટ્રિક બસ ઉમેરવામાં આવશે. મેટ્રો માટે ૨,૯૨૯ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, અમે અમારો હિસ્સો આપીશું અને આગામી તબક્કાની તૈયારી કરીશું. શહેરી પરિવહન માટે ૧૦૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે અને દિલ્હી પરિવહન માટે ૧૨, ૯૫૨ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.