Last Updated on by Sampurna Samachar
AC કોચના મુસાફરોને મળતી સુવિધા આ મુસાફરોને પણ મળશે
મુસાફરોને જમવાનુ પહોંચાડવા માટે ખાસ પહેલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટ્રેનમાં મુસાફરી દરમિયાન સૌથી વધુ તકલીફ જનરલ કોચમાં મુસાફરી કરનાર વ્યક્તિઓને થાય છે. આ મુસાફરી દરમિયાન જમવાથી લઈને પાણી સુધીની તકલીફ થાય છે. IRCTC આ કલાસમાં મુસાફરી કરનાર પેસેન્જર્સને એક ભેટ આપવા જઈ રહી છે. જેનાથી મુસાફરી દરમિયાન ન તો તેમને જમવામાં મુશ્કેલ પડશે પાણી માટે પણ આમ તેમ ભટકવું પડશે નહીં.
ખાસ વાત કે છે IRCTC ના આ મુસાફરોને એ જ જમવાનું મળશે જે AC કોચમાં આપવામાં આવે છે. તેની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે. IRCTC ની આ યોજના હેઠળ જનરલ ક્લાસમાં સફર કરનાર મુસાફરોને ખાવાનું અને પાણી પહોંચાડવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે.
આ સુવિધા છ ટ્રેનોમાં શરૂ કરાઇ
આ યોજના અંતર્ગત ૮૦ રુપિયામાં સારી ગુણવત્તાવાળુ જમવાનું પિરસવામાં આવે છે. એમાં દાળ, ચોખા, શાકભાજી, રોટલી, અથાણુ, નેપકીન અને ખાવા માટે ચમચી હશે. જેનાથી યાત્રીઓની સુવિધાઓમાં વધારો થશે.
ખાસ વાત એ છે કે આ જમવાનું જનરલ ક્લાસમાં સપ્લાય કરવામાં આવશે. IRCTC ના વેન્ડર કોચોમાં જઈને ખાવાનું ઉપલબ્ધ કરવામાં આવસે. આ સિવાય સ્ટેશનોમાં જનરલ ક્લાસની સામે ટેબલ લગાવીને જમવાનું આપવામાં આવશે. IRCTC ના કહ્યા પ્રમાણે છ ટ્રેનોમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં ગોમતી એક્સપ્રેસ, શ્રીનગર-ગંગાનગર નવી દિલ્હી ઈન્ટરસિટી એક્સપ્રેસ, કેફિયત એક્સપ્રેસ, અયોધ્યા એક્સપ્રેસ, બરૌની લોની અને દરભંગા નવી દિલ્હી ક્લોન એક્સપ્રેસનો સમાવેશ કરવામાં આવે છે.